રુદ્રપ્રયાગ જિલ્લામાં સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે વાહનોની અવરજવર સરળ બની છે. હવે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા ભારે વાહનોને પણ ગૌરીકુંડ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આજે આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો અને ગેસ સિલિન્ડર વહન કરતા વાહનોને ગૌરીકુંડ મોકલવામાં આવ્યા હતા. સરળ ટ્રાફિક વ્યવસ્થાથી સ્થાનિક લોકો અને યાત્રિકોને મોટી રાહત મળી છે. યાત્રાળુઓ અને સ્થાનિક લોકોની સુવિધા માટે સંબંધિત વિભાગો પણ સત્વરે તેમની જવાબદારી નિભાવી રહ્યા છે. દરમિયાન, હવામાનમાં સુધારો થતાં, બાબાના દર્શન કરવા આવનાર ભક્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 12 લાખથી વધુ શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરી ચુક્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590