મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર ગામની સીમ મુબારકપુર ગામના પાટીયાથી વેલ્દા ગામની વચ્ચે નિઝર- ઉચ્છલ સ્ટેટ હાઇવે પર એક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારી દેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું.અને ત્રણ ને ઈજા પહોંચી હતી.જોકે ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટયો હતો.ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે સંજય અશોક કુશવાહ સહિત ટ્રક સહિત ઝડપી પાડ્યો.
ગત ૧૪ ફેબ્રુઆરીના રોજ સુરત ખાતે રહેતા સંતોષ બબન તંબોલી (હાલ રહે. ઉધના ,સુરત શહેર,મૂળ રહે. કુકરમુંડા તા. કુકરમુંડા જી.તાપી) પોતાના કબ્જાની મારુતિ સુઝુકી કંપનીની ઇગ્નિસ ફોરવ્હીલ ગાડી રજી.નં.GJ-05-RT- 5166 પર સવાર થઈને નિઝર ગામની સીમ મુબારકપુર ગામના પાટીયાથી વેલ્દા ગામની વચ્ચે નિઝર- ઉચ્છલ સ્ટેટ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે ટ્રક રજી. નં.MP-O9-HJ- 1610 ના ચાલકે આ કારને ટક્કર મારી દેતાં,ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કારમાં સવાર સુનંદાબેન સુધાકર તંબોલીની(ઉ.વ.૫૮)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.તેમજ કારમાં સવાર (૧) સંતોષ બબન તંબોલી (ઉ.વ.૫૫ ),(૨) કવિતાબેન સંતોષ તંબોલી (ઉ.વ.૪૮),(૩) અનિતાબેન ભાસ્કર તંબોલી (ઉ.વ.૫૩) (તમામ હાલ રહે. હરીનગર-૩ બી.આર.સી.ગેટની પાસે ઉધના સુરત.મૂળ રહે.કુકરમુંડા નાણાવટી ચોક તા.કુકરમુંડા જી.તાપી)ને શરીરે ઇજાઓ પહોંચી હતી.જોકે ટ્રક ચાલક ટ્રક લઈને નાસી છૂટ્યો હતો.ત્યારે અકસ્માત ને લઈને નિઝર પોલીસે ગુનો નોંધી,કાર્યવાહી નો દોર શરૂ કર્યો હતો.પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરવામાં આવી હતી.જે સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે પોલીસ એ અકસ્માત કરી નાસી છુટનાર ટ્રકને ઝડપી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590