નિઝર તાલુકા પંચાયત મનરેગા શાખાના કર્મચારીઓ દ્વારા પોતાને લાભ મળે તે રીતે કામગીરી કરતા પ્રમુખ દ્વારા તેમની બદલી કરવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.
મહેશ પાડવી - નિઝર : નિઝર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવતા હોય છે.અને નિઝર તાલુકો એ સતત વિવાદોમાં રહેતો તાલુકો જોવા મળે છે.નિઝર તાલુકો એ તાપી જિલ્લાનો છેવાડાનો તાલુકો હોવાથી જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ વિસ્તારના પર ધ્યાન આપતા નથી તેવું લોકો દ્વારા જાણવા મળ્યું છે.
નિઝર તાલુકા પંચાયત કચેરીના કેટલાક કર્મચારીઓ તાલુકાના ચૂંટાયેલા પ્રમુખને પણ ગાંઠતા નથી તેવો એક કિસ્સો સામે આવ્યો છે.જેથી કરી નિઝર તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તેમની બદલી કરવા જણાવ્યું છે.
નિઝર તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ આસિસ્ટન્ટ મયુરભાઈ એમ. પટેલ, આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ધવલભાઇ ચૌધરી તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ કલ્પેશભાઈ ચૌધરી નાણાકીય કામગીરીમાં ગેરરીતિ કરીને પોતાના આર્થિક સ્વાર્થ સંતોષે છે તેવા આક્ષેપો સાથે તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન દિલીપ વસાવા એ ત્રણેયની અન્ય જગ્યાઓ બદલી કરવામાં આવે તેવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરી છે.
નિઝર તાલુકા પંચાયતમાં એકાઉન્ટ આસિસ્ટન્ટ તરીકે મયુરભાઈ એમ. પટેલ, આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ધવલભાઇ ચૌધરી તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે કલ્પેશભાઈ ચૌધરી ફરજ બજાવે છે. પરંતુ આ ત્રણે કર્મચારીઓ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેઓ નાણાકીય કામગીરી માં પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવા માટે સામાન્ય જનતાને હેરાન કરે છે. તેમજ સરપંચ સાથે મળી ભીલના 10% સેટિંગ કરી રસ્તાના કામના બિલનો નિકાલ કરવામાં આવે છે.
એકાઉન્ટ આસી. તરીકે ફરજ બજાવતા મયુરભાઈ એમ.પટેલ તાલુકા પંચાયતના કર્મચારી ઉપરાંત મુબારકપુર ગ્રામ પંચાયત અને કોઠલી ગ્રામ પંચાયતમાં મેટલ રસ્તા અને પેવર બ્લોક ના કામો માં ભાગીદાર તરીકે કામગીરી કરે છે. ત્યારે પોતાના અંગત કામોના બીલનું ૧૦૦% પેમેન્ટ કરે છે.જ્યારે અન્ય સરપંચનાં કામોના બીલ કપાત કરીને તેનું પેમેન્ટ કરે છે.જેના કારણે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયત વચ્ચે ભેદભાવ કરવામાં આવી રહ્યો હોય તેવું નજરે દેખાય છે. અને તેથી જ તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન દિલીપભાઈ વસાવા એ જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત અને જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાને લેખિતમાં રજૂઆત કરી છે કે, નિઝર તાલુકા પંચાયતના આ ત્રણેય કર્મચારીઓની નિઝર, કુકરમુંડા તાલુકાની બહાર બદલી કરવામાં આવે. જેથી તેઓ સ્થાનિક પણાનો ફાયદો લઈને ભ્રષ્ટાચાર આચરી શકે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590