મારો લેટર પેડ નથી આપ્યો,મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે : દક્ષાબેન વસાવા
નિઝર તાલુકા પંચાયત મનરેગા શાખાના કર્મચારીઓ દ્વારા પોતાને લાભ મળે તે રીતે કામગીરી કરતા નિઝર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા એક દિવસ પહેલા જ આક્ષેપ કરવામાં આવ્યા હતા,જ્યારે માત્ર એક જ દિવસમાં પ્રમુખે નિવેદન બદલ તા નિઝર તાલુકાનું રાજકારણ ગરમાયું..
નિઝર તાલુકા પંચાયતના પ્રમુખે ગત એક દિવસ પહેલા તાપી જિલ્લા વિકાસ અધિકારીને એક લેટર લખી નિઝર તાલુકા પંચાયતના મનરેગા શાખાના કર્મચારીઓની બદલી કરવા રજૂઆત કરવામાં આવી હતી.લેટર માં જણાવ્યા મુજબ નિઝર તાલુકા પંચાયત કચેરીના એકાઉન્ટ આસિસ્ટન્ટ મયુરભાઈ એમ. પટેલ,આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ધવલભાઇ ચૌધરી તથા ટેક્નિકલ આસિસ્ટન્ટ કલ્પેશભાઈ ચૌધરી નાણાકીય કામગીરીમાં ગેરરીતિ કરીને પોતાના આર્થિક સ્વાર્થ સંતોષે છે તેવા આક્ષેપો સાથે તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન દિલીપ વસાવા એ ત્રણેયની અન્ય જગ્યાઓ બદલી કરવામાં આવે તેવી રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને ગત બે દિવસ પહેલા કરવામાં આવી હતી.ત્યારે આજે પ્રમુખ દક્ષાબેન વસાવા એ પોતાનું નિવેદન બદલી દેતા નિઝર તાલુકાનું રાજકારણ ગરમાયું છે.
નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષાબેન દિલીપભાઈ વસાવા દ્વારા આપવામાં આવેલા એક વિડીયો ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ લેટર પેડ મારો નથી,તેમજ એમાં મારી સહી પણ નથી અને આ બાબતે મને કઈ ખબર નથી,રાજકારણમાં બદનામ કરવાનું કાવતરું છે.તેવું તેમણે જણાવ્યું હતું.ત્યારે તેમના લેટર પેડનો ઉપયોગ કોણે કર્યો ? તાલુકા પંચાયતના પ્રમુખ નો લેટર પેડનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે ?તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ આમ અચાનક પોતાના લેટરપેડ ને નકારી રહ્યા છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં અનેક તર્કવિતર્કો થતો જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નિઝર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે એક સરખા શબ્દોમાં પોત પોતાના લેટરપેડ પર જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પ્રમુખ દક્ષાબેન વસાવા જે રીતે પોતે આપેલ આવેદન નકારી રહ્યા છે તે જ રીતે આવનાર દિવસોમાં ઉપપ્રમુખ છોટુભાઈ બુલાખીભાઈ નાઈ પણ આ રીતે પોતે આપેલ આવેદન નકારી સબ સલામત હોવાના દાવા કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590