ઉચ્છલ તાલુકાના વડપાડાભીંત ગામ ખાતે એક કાર ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટર સાયકલ પર સવાર વૃદ્ધને શરીરે ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.તેમજ એકને ઈજા પહોંચી હતી.
ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામના રતા બાવા ગામીત અને શાંત્યા રાયા ગામીત ( રહે.આનંદપુર વડ ફળિયુંતા. ઉચ્છલ જિ.તાપી )હિરો હોન્ડા કંપની સ્પેલન્ડ મોટર સાઈકલ નંબર-GJ-19-R-5063 પર સવાર થઈને વડપાડાભીંત ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલ-નિઝર રોડ સ્ટેટ હાઇવે નંબર-૮૦ ઉપરથી પસાર થતા હતા.તે વેળાએ મારૂતિ સુઝુકી કંપની રીટ્ઝ ફોર વ્હીલ ગાડી નંબર-GJ-05-JB-2640 ના ચાલકે સામેથી ટર્ન મારતા મોટર સાઈકલ અને ફોર વ્હીલ ગાડી જોરથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટર સાયકલ પર પાછળ બેસેલ શાંત્યા રાયા ગામીત ઉછળીને રોડ ઉપર નીચે પડી જતાં,તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને મોત નિપજ્યું હતું. તેમજ મોટર સાઇકલ ચાલકને ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને લઈને ઉચ્છલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590