Latest News

નિઝર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ સુરેશ દેશલે વય નિવૃત્ત થતા,વિદાય સમારંભ યોજાયો

Proud Tapi 31 Oct, 2023 02:18 PM ગુજરાત

મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર પોલીસ સ્ટેશનમાં ૨૨ મહિનાથી ફરજ બજાવતા પીએસઆઇ સુરેશભાઈ  દેસલે  વય નિવૃત્ત થતા,નિઝર પોલીસ મથકે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિઝર પોલીસ સ્ટેશનમાં ૨૨ મહિનાથી ફરજ બજાવતા પીએસઆઇ સુરેશ દેસલે વય મર્યાદાના કારણે ૩૧ ઓક્ટોબરના રોજ વય નિવૃતિ થતાં, વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પીએસઆઈ સુરેશભાઈ દેશલેને શાલ ઓઢાડી ફૂલ ગુચ્છ,ગિફ્ટ વગેરે આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. એમના કાર્યને સામાજિક આગેવાનો અને સ્થાનિક  લોકોએ  બિરદાવ્યા હતા.પીએસઆઈ સુરેશભાઈ દેશલે નિઝર ખાતે ૨૭/૧/૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૩ સુધી જેટલો સમય રહ્યા.એક સાધારણ વ્યક્તિ,ઉમદા સ્વભાવ,નિષ્ઠાવાન વ્યક્તિ તરીકે ફરજ બજાવી હતી.અને બધા પોલીસ કર્મીઓ સાથે ખૂબ સારો અને પરિવાર જેવો સંબંધ રાખ્યો હતો.તેથી જ એમના વિદાયના સમયે નિઝર ,કુકરમુંડા તાલુકાના સામાજિક તેમજ રાજકીય આગેવાનો સહિત પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તેમજ ત્યાં ઉપસ્થિત સૌ એ નિવૃત્તિ અવસરે સ્વસ્થ અને નિરોગી રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post