સરકારે વર્ષ 2024-25માટે તેજસ્વી વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પૉર્ટલની છેલ્લી તારીખ આ મહિનાની 31 તારીખ સુધી વધારી દીધી છે. “નેશનલ મેઇન્સ કમમેરિટ સ્કૉલરશીપ” યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા છોડવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી શિક્ષણ પૂર્ણ કરવામાં મદદ મળે છે.
રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પૉર્ટલ પર વિદ્યાર્થીઓની અરજી આ વર્ષે 30 જૂનથી શરૂ કરવામાં આવી હતી, તે અંતર્ગત દર વર્ષે ધોરણ નવથી એક લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સંચાલિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે છે. દરેક વિદ્યાર્થીને દર વર્ષે 12 હજાર રૂપિયા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590