મહારાષ્ટ્રમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આગામી તા.૨૦ નવે. ના રોજ યોજાનાર છે. મહારાષ્ટ્ર રાજયના વતની હોય અને નોકરી ધંધા માટે ગુજરાત રાજ્યમાં રહેતા હોય અને ખાસ કરીને તાપી જિલ્લામાં વસતા હોય તેવા મહારાષ્ટ્ર રાજયના મતદારોને ચુંટણીના દિવસે એક દિવસની સવેતન રજા મળવા પાત્ર થશે.
ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસમેન્ટસ એક્ટ હેઠળ સ્થાનિક સંસ્થાઓ, ગ્રામીણ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને સરકારી બેંકો, રાજય તથા કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ, રેલવે, ટેલીફોન તાર અને પોસ્ટ જેવી કેટલીક કચેરીઓ, દુકાનો વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, સરકારી હોસ્પીટલો, પોલીસ સ્ટેશનો, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ/કચેરીઓએ ચૂંટણીના સંબંધિત દિવસે અઠવાડિક રજાની બદલીમાં વૈકલ્પીક વ્યવસ્થા કરીને આવા કર્મચારીઓ/શ્રમયોગીઓને તેમના વતનના રાજ્યમાં મતદાન કરવા જવા માટે મતદાનના દિવસે ખાસ સવેતન રજા આપવા શ્રમ અધિકારી ડી.એસ.બલ્યા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590