સુરતમાં બેફામ બનેલા ફોન સ્નેચરોએ ખેડબ્રહ્માનાં ધારાસભ્ય ડો.તુષારભાઈ ચૌધરી ના પત્ની ડો.દીપ્તિબેન ચૌધરી નો ફોન ઝૂંટવી લીધો હોવાની ઘટના બહાર આવતા ચકચાર મચી છે. જોગર્સ પાર્ક પાસેથી ડો.દીપ્તિબેન ચૌધરી પસાર થઈ રહ્યા હતા આ વેળાએ સ્નેચરો મોબાઈલ ઝુંટવી હવામાં ઓગળી ગયા હતા.બાદમાં ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉમરા પોલીસ સ્ટેશન માં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી નજીકના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે આ મામલે તુષારભાઈ ચૌધરી એ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઈને લૂંટારૂઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળે છે કે કેમ? તે અંગેની પોલીસની કામગીરી પણ લોકોની મીટ મંડાયેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590