સુરતના ઉધના ખાતે રહેતા પાટીલ પરિવારના દીકરાના જન્મદિવસ નિમિત્તે દરેક સમાજને ઉપયોગી નીવડે તે હેતુથી સબ પેટી દાન કરી હતી.માનવતા નો એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મરાઠા પાટીલ સમાજ મંડળ પાટીલ વાડીના આગેવાન તથા ભારત સરકારના પી.એ.સી. મેમ્બર છોટુ પાટીલના સુપુત્ર સાગર પાટીલના જન્મદિવસ નિમિત્તે દરેક સમાજ માટે ઉપયોગી બને તે હેતુથી શબપેટી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે આજના યુવાનો માટે ઉદાહરણ રૂપ બને તેવું કાર્ય સાગર પાટીલ દ્વારા સમાજ માટે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાગર પાટીલ ના જન્મદિવસ નિમિત્તે નગરસેવકો, સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સાગર પાટીલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તથા આવનાર દિવસોમાં આવા સેવાકાર્ય કરતા રહો તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590