Latest News

સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા

Proud Tapi 18 Oct, 2024 07:40 PM ગુજરાત

કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે, ‘સરકારે દેશમાં વિવાદના નિરાકરણની વ્યવસ્થાને મજબૂત કરવા અને વેપાર સરળતા માટે અનેક પગલાં લીધા છે.

સરકારે મધ્યસ્થી અને સમાધાન સુધારા ખરડો 2024ના ડ્રાફ્ટ અંગે સૂચનો માગ્યા છે. કાયદા અને ન્યાય મંત્રાલયે જણાવ્યું કે, ‘સરકારે દેશમાં વિવાદના નિરાકરણની વ્યવસ્થાને મજબૂત કરવા અને વેપાર સરળતા માટે અનેક પગલાં લીધા છે. કાયદાકીય બાબતોનું વિભાગ હાલમાં મધ્યસ્થી અને સમાધાન અધિનિયમ 1996માં વધુ સુધારા કરવાની પ્રક્રિયામાં છે.’ 

આ ખરડાનો ઉદ્દેશ સંસ્થાકીય મધ્યસ્થીને પ્રોત્સાહન આપવું, મધ્યસ્થીમાં અદાલતનો હસ્તક્ષેપ ઘટાડવા અને મધ્યસ્થી પ્રક્રિયાને નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો સમાવેશ થાય છે. વિભાગે આવતા મહિનાની ત્રણ તારીખ સુધીમાં આ ડ્રાફ્ટ પર સામાન્ય લોકો પાસેથી સૂચનો માગ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post