Latest News

સુરત : તમાકુના વેપારી પાસેથી 8 લાખની લૂંટમાં સંડોવાયેલ બે લોકોની ધરપકડ

Proud Tapi 19 Sep, 2023 11:12 AM ગુજરાત

સુરતમાં  ત્રણ દિવસ પહેલાં અડાજણ વિસ્તારમાં તમાકુના વેપારી પર છરી વડે હુમલો કરી તેની પાસેથી ઉધના વિસ્તાર માંથી રૂ.8 લાખની લૂંટમાં સંડોવાયેલા બે લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમના કબજામાંથી રૂ.3.25 લાખ અને ગુનામાં વપરાયેલ સ્કૂટર મળી આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઉધના હરિનગરના રહેવાસી સચિન તેલુગુ અને ઉધના મોરારજી વસાહતના રહેવાસી અમુલ મોહિતે અને અન્ય આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. તેને ખબર હતી કે એલપી સવાણી રોડ સહયોગ સોસાયટીમાં રહેતો પીડિત રવિ અમરનાની દરરોજ મોડી રાત્રે પાલનપુર જકાતનાકા ખાતે પોતાની દુકાન બંધ કરીને રોકડ લઈને એકલો ઘરે જાય છે.

સચિને રેકી કરાવી અને પછી અમોલની સાથે અન્ય આરોપીઓને મોકલ્યા. 12મી સપ્ટેમ્બરે રાત્રે 11.30 વાગ્યે ઘરે પરત ફરતી વખતે તેણે રવિ નું વાહન રોક્યું હતું. તેના પર છરી વડે હુમલો કર્યો. તેઓએ રવિને તેની પીઠ, પેટ અને કાંડા પર છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેની પાસેથી રૂ. 8 લાખ ભરેલી બેગ લૂંટી ને ભાગી ગયા હતા.

આરોપીઓએ લૂંટની રકમ એકબીજામાં વહેંચી દીધી હતી. જ્યારે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને આ કેસમાં સચિન અને અમૂલની સંડોવણીની જાણ થતાં તેઓએ બંનેની ઉધના અરિહંત કોમ્પલેક્ષ પાસે ધરપકડ કરી હતી. તેના ફરાર સાગરીતોની પૂછપરછ ચાલી રહી છે.

સચિને પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેણે ત્રણ મહિના પહેલા લૂંટની યોજના બનાવી હતી. તેને પાલનપુર જકાતનાકા સ્થિત ગણેશ ટોબેકો સ્ટોરમાં કામ કરતી રિંકુ વર્મા પાસેથી જાણવા મળ્યું હતું કે, રવિ દરરોજ રાત્રે દુકાનેથી લાખો રૂપિયા લઈને એકલો ઘરે જાય છે. તેને રવિને લૂંટવાનું કાવતરું ઘડ્યું હતું અને કાવતરામાં અમોલનો પણ સમાવેશ કર્યો હતો, તે દુકાનની રેકી પણ કરી હતી, પરંતુ લૂંટને અંજામ આપવા માટે તેમને બે લોકોની જરૂર હતી. તે સમયે આ માટે કોઈ તૈયાર નહોતું, તેથી ષડયંત્રને પાર પાડી શકાયું ન હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post