સુરત ડી.સી.બી. પોલીસે બાતમીના આધારે રાંદેર પોલીસ મથકે મારામારીના ગુનામાં સંડોવાયેલા ઈસમની દેશી તમંચા સાથે અટક કરી.
રાંદેર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી સોયેબ હોડીવાલા ( રહે.ઘર : ૬/૧૩૨ નાના બજાર નેકજના સ્ટ્રીટ સાઈવાડ મસ્જીદ પાસે શહેર સુરત શહેર,સુરત શહેર) નાઓ ક્યાંથી દેશી હાથ બનાવટની દેશી તમંચા લઇને રાંદેર મશાલ સર્કલ પાસે ફરી રહેલો હોય ત્યારે ડીસીબી પોલીસ ને સંયુકત ખાનગી રાહે બાતમી મળતા ડીસીબી પોલીસ દ્વારા સ્થળ પર જઈ તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પર તેની તપાસ કરતા તેની કમરના ભાગે થી હાથ બનાવટની દેશી તમંચો મળી આવ્યો હતો. તમંચો દેશી હાથ બનાવટની એક નાળમાં બેરલ ટ્રીગર તથા ટ્રીગર ગાર્ડ તથા હેમરવાળો લોખંડના બેલર વાળો હોય. તમંચા અને ડાબી બાજુએ લોખંડનો સ્પ્રિંગ વાળો બેરલ એક દબાવી ખોલી અંદર ચેક કરતાં કોઈ કારતૂસ મળી આવી નહોતી. તમંચાની બેરલની લંબાઇ આશરે ૧૫.૦૮ સેમી છે તથા હાથા ની લંબાઈ ૯.૫ સેમી છે. દેશી હાથ બનાવટના તમંચાની કિંમત રૂપિયા ૪,૦૦૦/- હોય જેને જપ્ત કરવામાં આવેલ છે.તેમજ આગળની પૂછપરછ નો દોર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590