Latest News

સુરત સિવિલમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાતનો પ્રયાસ, સિનિયર તબીબોમાં દોડધામ

Proud Tapi 05 Nov, 2023 06:11 AM ગુજરાત

સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સિનિયર તબીબોની નજર સમક્ષ હાથમાં ઇન્જેક્શન મારી આપઘાતનો પ્રયાસ કરતા તબીબો વચ્ચે રીતસરની દોડધામ મચી ગઈ હતી.આપઘાતનો પ્રયાસ કરનારા વિદ્યાર્થીને તાત્કાલિક સુરત હોસ્પિટલના એમ.આઈ.સી.યુ. વિભાગમાં સારવાર અર્થે ખસેડી ઘટનાની જાણ તબીબી અધિકારીઓને કરવામાં આવી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર વિદ્યાર્થી છેલ્લા એક માસથી ડિપ્રેશનમાં હતો.જેની સાયકાટ્રિસપાસે સારવાર પણ ચાલી રહી છે. હાલ વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે અને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિનિયર તબીબોની નજર સમક્ષ મેડિસિન વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અભિજીત નામના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ઇન્જેક્શન મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, સુરત નવી સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં અભિજીત નામક વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થી કોવિડ બિલ્ડિંગના 6-એ વિભાગમાં મેડિસિન વિભાગમાં ફરજ પણ બજાવે છે.

આ દરમિયાન વિદ્યાર્થીએ સિનિયર તબીબોની નજર સમક્ષ પોટેશન ફ્લોરાઈડ નામનું ઇન્જેક્શન હાથમાં મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ ભરેલા આ પગલાંને લઇ તબીબો વચ્ચે રીતસરની દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણકારી સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને નવી સિવિલ હોસ્પિટલના એમ.આઇ.સી.યુ. વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં વિદ્યાર્થીની હાલ સારવાર ચાલી રહી છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરના જણાવ્યા અનુસાર, મેડિસિન વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આ પગલું ભર્યું છે. વિદ્યાર્થીની છેલ્લા એક માસથી સાયકાટ્રિસ પાસે સારવાર ચાલી રહી છે. વિદ્યાર્થી છેલ્લા એક માસથી ડિપ્રેશનમાં રહેતો હતો. આ પગલું ભરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. જેથી વિદ્યાર્થીનું હાલ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીની તબિયત પણ હાલ સુધારા પર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post