RTO માં બનતા ડ્રાઇવિંગ લાયસન્સ, બનાવટી દસ્તાવેજોના આધારે ખાનગી ઓફિસમાં બનાવતા હતા, પોલીસે દરોડા પાડી 4 લોકોની ધરપકડ કરી છે. સુરત પોલીસ દ્વારા સોલાર કોમ્પ્યુટર નામની કોમ્પ્યુટર ની દુકાન પર દરોડો પાડવામાં આવ્યા હતા ,સુરત એસ.ઓ.જી .પોલીસને બાતમીના આધારે જાણવા મળ્યું કે સોલાર કોમ્પ્યુટરમાં ડૂબલિકેટ લાઇસન્સ બનાવવામાં આવી રહ્યા છે.ત્યારબાદ પોલીસ દ્વારા મયંક સંજય મિશ્રા અને ભગવતી મિશ્રા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.ત્યારબાદ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે સોલાર કોમ્પ્યુટરમાં રેડ દરમિયાન 136 ડુબલીકેટ લાયસન્સ ઓરીજનલ લાયસન્સ તથા નકલી આધાર કાર્ડ મળી આવ્યા હતા.પોલીસે કુલ 1,30,000 મુદ્દામાલ કબજે કરી પાંડેસરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590