Latest News

તાપી એસીબીએ પશુધન નિરીક્ષકને રૂ.10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો

Proud Tapi 29 Feb, 2024 04:08 PM ગુજરાત

તાપી જિલ્લા એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) એ વ્યારા ખાતેથી પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સિંગપુર ખાતે ફરજ બજાવતા પશુધન નિરીક્ષક ને 10 હજાર ની લાંચ લેતા ઝડપી પાડયો હતો.

એક ખેડૂત ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરે છે. ત્યારે  વર્ષ 2022-23 માં અનુસૂચિત જનજાતિની મહિલા લાભાર્થીઓ માટે બકરાંં એકમ (10+1) સ્થાપના માટે સહાય યોજના અંતર્ગત  બકરા ખરીદવા માટે તેમની પત્નીના નામે આઈ ખેડૂત પોર્ટલ માં ઓનલાઇન અરજી કરવામાં આવી હતી . આ યોજનામાં બકરી ખરીદવા માટે લાભાર્થીને સરકાર તરફથી 50% સબસીડી આપવામાં આવે છે.

આ યોજના હેઠળ પશુધન નિરીક્ષક પાસે થી બકરાઓની કાનકડી અને પ્રમાણપત્ર લેવાનું હોય છે. ત્યારે ખેડૂત એ કાનકડી અને પ્રમાણપત્ર લેવા માટે પશુધન નિરીક્ષક પાસે ગયા હતા ત્યારે પ્રમાણપત્ર અને કાનકડીના અવેજ પેટે સોનગઢ તાલુકાના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સીંગપુર ખાતે પશુધન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ છગન ચૌધરી એ સૌપ્રથમ 28 હજાર રૂપિયાની લાંચ ની માંગણી કરી હતી. જોકે રકઝક  કરવામાં આવતાં અંતે 10 હજાર રૂપિયા આપવા પડશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂત ભાઈ લાંચના નાણાં આપવા માંગતા ન હતા. તેથી તેમણે તાપી જિલ્લા એસીબી નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ એન્ટીકરપ્શન સ્ટાફના માણસોએ વ્યારા જનક હોસ્પિટલ ની બાજુમાં આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ની સામે આવેલ ત્રણ રસ્તા ઉપર  લાંચનો છટકું ગોઠવ્યું હતું.  ત્યારે એસીબી પોલીસ સ્ટાફના માણસોએ પશુધન નિરીક્ષક કિરણ છગન ચૌધરી ને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસ સ્ટાફના માણસોએ 10 હજાર રૂપિયા રિકવર કરી આરોપીની અટકાયત કરી હતી. તેમજ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post