ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મહિલા ને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોર્ડ એ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢી હતી.
મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ મથક વિસ્તારમાં રહેતા અરુણાબેન ગુમાન વસાવા (ઉ.વ.૪૯ રહે. કેસરગામ, નિશાળ ફળિયા,તા.વાલિયા જી.ભરૂચ )ગુમ થયેલ હોય જેની ફરિયાદ વાલિયા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.જે બાદ વાલિયા પોલીસે દરેક પોલીસ મથકે આ ગુમ થયેલ મહિલાની વિગત આપી હતી.ત્યારે તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વાર્ડ ને ગુમ થયેલ મહિલા વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવી હતી.જે બાદ તાપી જિલ્લા એલસીબી પોલીસે મહિલાની કબજો વાલોડ પોલીસને સોંપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590