તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ડોલવણ ખાતે ઝેરોક્ષ દુકાન પરથી મોબાઈલ ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો.તેમજ આરોપીની અટકાયત કરી પોલીસે મોબાઈલ રીકવર કર્યો હતો.
ડોલવણ ખાતે ઝેરોક્ષ ની દુકાનના ટેબલ પર મૂકેલ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી.શ્વેતા રમેશ મોજીદ્રા નામની યુવતી ડોલવણ ગામમાં આવેલ સ્ટેટ બેંકની બાજુમાં અક્ષય ઝેરોક્ષ નામની દુકાન પર કાગળોની ઝેરોક્ષ કરાવવા માટે ગઈ હતી.ત્યારે યુવતી એ પોતાનો 45 હજાર રૂપિયાની કિંમત નો મોબાઇલ ટેબલ પર મૂક્યો હતો.જોકે પછી તે મોબાઇલ મળી આવ્યો નહોતો.મોબાઇલની શોધખોળ કરવામાં આવી હતી તેમ છતાં મોબાઇલ મળી આવ્યો ન હતો.ત્યારે મોબાઇલ ચોરી થયો હોવાનું જણાય આવતા ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ત્યારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક ઈસમ બિલ વગરના શંકાસ્પદ મોબાઇલ વેચવા માટે ફરી રહ્યો છે.જે બાતમીના પોલીસે તે ઈસમ ઇથાઇલ ઈશ્વર કોટવાળીયા (રહે.અંતાપુર ગામ કોટવાળીયા ફળીયુ તા. ડોલવણ જિ.તાપી)ની પૂછપરછ કરી હતી.ત્યારે સામે આવ્યું હતું કે,ઝેરોક્ષ ની દુકાન પરથી મોબાઈલની ચોરી કરવામાં આવી હતી.જે બાદ પોલીસે તેની અટકાયત કરીને મોબાઈલ રિકવર કર્યો હતો.તેમજ આરોપીને ડોલવણ પોલીસ ને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590