તાપી જિલ્લા એલ સી બી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે રોડ ઉપર ચાલુ ગાડીમાંથી તાડપત્રી કાપી સાડી તેમજ કાપડના ટાંકાઓ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી.તેમજ પોલીસે 3 ની અટકાયત કરી હતી અને 70 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લાના કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2023 ના વર્ષમાં હાઇવે પર ચાલુ ગાડીમાંથી કાપડની ચોરી થઈ હતી.જેને લઇને કાકરાપાર પોલીસ મથકે ગુન્હો નોંધ્યો હતો.જોકે આ મામલામાં આરોપીઓ પોલીસને મળી આવ્યા ન હતા.ત્યારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ટેકનીકલ માહિતી તેમજ સી.સી.ટીવી કેમેરા ના અભ્યાસ દરમિયાન માહિતી મળેલ કે, કાકરાપાર પોલીસ મથકે ચાલુ ગાડીમાંથી કાપડની ચોરીમાં ટેમ્પો રજી.નંબર GJ-19-Y-4032 સંડોવાયેલ છે.જે માહિતીના આધારે સુરત તથા બારડોલી ખાતે ગાડીની તપાસ કરવામાં આવી હતી.ત્યારે (૧) નૌરતરામ પોકરરામ કુમાવત (રહે . ભાવના સોસાયટી-૧ ગોડાદરા નહેર રોડ સુરત શહેર મૂળ રહે.ગામ-બલુન્દા થાના-તા.જેતારણ જી. વ્યાવર રાજસ્થાન), (૨) રમેશકુમાર નૈનારામ કુમાવત (રહે. વૃંદાવન સોસાયટી,ગામ-કરોલી તા. પલસાણા સુરત, મૂળ રહે ગામ-લો ટોટી થાના તા.જેતા રણ જી.વ્યાવર રાજસ્થાન ) તથા (૩) ઘેવરચંદ મોતીલાલ કુમાવત (રહે.સીતારામ સોસાયટી અર્ચના સ્કૂલ પાસે પુણાગામ સુરત મૂળ રહે.ગામ-નિમ્બાચ થાના,તા.જેતારણ જી.વ્યાવર રાજસ્થાન) ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ તેમની પાસેથી અલગ અલગ પ્રકારની ડિઝાઇન વાળી તેમજ અલગ અલગ કલરવાળી સાડી નંગ-૩૬ જેની કિંમત રૂપિયા ૧૮ હજાર તથા પ્લાસ્ટીકની થેલીમાં પાંચ નંગ અલગ અલગ કલરના કાપડ જેની કિંમત રૂપિયા ૩ હજાર તથા ચાર નંગ લીલા કલરના લગ્નના જોડા જેની કિંમત રૂપિયા ૪૦ હજાર તથા મોબાઇલ ફોન નંગ-૩ જેની કિંમત રૂપિયા ૯ હજાર એમ મળી કુલ કિંમત રૂપીયા ૭૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ એલસીબી પોલીસે ત્રણેય આરોપીઓ નો કબજો કાકરાપાર પોલીસને આપ્યો છે. કાકરાપાર પોલીસે આરોપીઓનો કબજો લઈ,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590