Latest News

વ્યારા વન વિભાગે વાહતુક કારમાં લઈ જવાતા ખેરના લાકડા ને ઝડપી પાડયા

Proud Tapi 03 Sep, 2023 04:20 AM ગુજરાત

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લાકડા ચોરટાઓ બેફામ બનતા તાપી વન વિભાગ હરકતમાં આવ્યું છે.અને તાપી જિલ્લાના જંગલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.જેમાં વ્યારા રેંજમાં ગત તારીખ ૦૨-૦૯-૨૦૨૩ ના રોજ સવારે રૂટ પેટ્રોલીંગ દરમ્યાન બાલપુર રાઉન્ડના જંગલ કંમ્પાર્ટ્મેંટ નં.૩૦૩ માં કવોલીસ નં. જીજે-૧૯- એ-૨૯૬૫માં બિન પાસ પરમીટ વગરના ખેરના લાકડા વાહતુક કરતા વાહન ની અટક કરી અંદાજિત રૂ.૧૯૦૦૦/-નો મુદ્દામાલ અને વાહનની કિંમત અંદાજીત રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧,૧૯,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે ,તાપી જિલ્લામાં આવેલા જંગલમાં રાત્રિના સમયે લાકડા ચોર,ચોરી કરવા આવતા હોય છે જેથી તાપી વન વિભાગ દ્વારા ઉચ્છલ,સોનગઢ જેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી ધ્યાન આપવામાં આવે તો મોટા પાયે લાકડા ચોરી પકડાઈ શકે તેમ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post