સોનગઢ પોલીસે નવા આરટીઓ ચેકપોસ્ટ ખાતે કતલખાને લઇ જવાતાં પશુઓ ભરેલ આઇસર ટેમ્પો સાથે બે ઝડપાયાં હતા.ત્યારે ૧૯ જેટલી ભેંસ ને ઉગારી લેવામાં આવી હતી.અને એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.તેમજ ૨૨ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,આઇસર ટેમ્પો રજી.નં.GJ -22-U-3208 માં ભેંસો ભરીને માંડળ ટોલ પ્લાઝા થી લઈ જવામાં આવનાર છે, તેમજ આઇસર ટેમ્પો નો પાયલોટિંગ એક લાલ કલરની નંબર પ્લેટ વગરની ક્રેટા ગાડી માં એક ઇસન કરનાર છે. જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે આઇસર ટેમ્પો રજી.નં.GJ -22-U-3208 આવતા પોલીસે તેની તપાસ કરી હતી ત્યારે પાસ પરમીટ વગર તથા સક્ષમ અધિકારીની પરવાનગી વગર ની 10 નંગ જેટલી ભેંસ મળી આવી હતી. જે બાદ પોલીસે ટેમ્પો ચાલક મુસરાન ફકીરા મુલતાની અને ક્લીનર જુબેર યુસુફ મુલતાની (બંને રહે. ઝંખવાવ તા.માંગરોળ જી.સુરત) ની અટકાયત કરી હતી. જોકે પાયલોટિંગ કરનાર ક્રેટા ગાડી નો ચાલક મોઈન મોહમ્મદ મુલતાની (રહે.ઝંખવાવ તા.માંગરોળ જી.સુરત ) ત્યાંથી નાસી છૂટ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે ભેંસ તથા આઇસર ટેમ્પો સહિત ૨૨,૧૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590