કુકરમુંડા તાલુકાના જુના આમોદા ગામની સીમમા આવેલ ઉકાઈ જળાશયના પાણીમાં ન્હાવા ગયેલા મોદલા ગામના બે બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર,કુકરમુંડા તાલુકાના મોદલા ગામ ખાતે રહેતા નિહાલ નરેશ વસાવા ( ઉ.આ.વ.11) અને નૈતિક રમેશ વસાવા (ઉં આ વ 11) બપોરના સમયે જુના આમોદા ગામની સીમમાં આવેલ ઉકાઈ જળાશયના પાણીમાં ન્હાવા માટે ગયા હતા.જે બંને બાળકોનું ઉકાઈ જળાશયના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બંને બાળકો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. જે આજ રોજ શાળામાં ગેરહાજર હતા.જે બંને બાળકો તેમના ઘર પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જ ગામની નજીકમાં આવેલ જુના આમોદા ગામની સીમમાં ઉકાઈ જળાશયના પાણી ન્હાવા માટે ગયા હતા. જ્યાં ઉકાઈ જળાશયના ઊંડા પાણીમાં બંને બાળકો ડૂબી જતા મોત નીપજ્યું હતું.ત્યારે મોદલા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો હતો. તેમજ મરણ જનાર બંને બાળકોના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590