Latest News

સુરત કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હોબાળો

Proud Tapi 28 Sep, 2023 03:42 AM ગુજરાત

સુરત કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં આજે જબરજસ્ત હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ શાળાના વિકાસ માટે ગ્રાન્ટ આપવાની શરૂઆત કરીને એક નવતર પ્રયોગ શરૂ કર્યો હતો, પરંતુ ભાજપના શાસકોએ આ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની શંકા જતાં આમ આદમી પાર્ટીએ ગ્રાન્ટનો હિસાબ માંગવાની શરૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના ૧૪ કોર્પોરેટરોએ મળીને અત્યાર સુધીમાં અંદાજે ૩ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ શાળાના વિકાસ માટે ફાળવી છે, ત્યારે ભાજપના શાસકો પાસે ત્રણેક મહિનાઓ સુધી મૌખિક-લેખિત રજૂઆત કરવામાં આવી છતાં હિસાબ આપવામાં ન આવ્યો હતો.

જે સમગ્ર મામલાને લઈને અંતે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોવા છતાંય રાકેશ હિરપરાએ આશરો લેવો પડ્યો અને છતાંય ભાજપના શાસકોએ ગ્રાન્ટનો હિસાબ હજુ સુધી આપ્યો ન હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહે જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભા ચાલી રહી હતી. તે દરમિયાન આજે આપના કોર્પોરેટરો હાજર રહ્યા હતા, પરંતુ ચાલુ સામાન્ય સભાએ તેઓ ગેરકાયદેસર રીતે કેટલાક લોકો ધસી આવીને વાતાવરણ બગાડવાનું કૃત્ય કર્યું જે યોગ્ય બાબત નથી.

સામાન્ય સભામાં અન્ય કોઈ વ્યક્તિ ખલેલ પહોંચાડે તે ચલાવી લેવામાં આવે નહીં. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે, ૩ કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટમાંથી શિક્ષણ સમિતિમાં આપી છે. સ્વાભાવિક છે કે જ્યારે કોર્પોરેટરે પોતાની ગ્રાન્ટના પૈસા શિક્ષણના વિકાસ માટે અને બાળકોના શિક્ષણમાં સુવિધા આપવા માટે આપ્યા હોય તો તે ક્યાં અને કેવી રીતે ખર્ચ કર્યા છે તેનો હિસાબ આપવો જાેઈએ. મૌખિક હિસાબ માંગવા છતાં પણ આપ્યો નથી, ત્યારબાદ લેખિતમાં પણ હિસાબ માંગવામાં આવ્યો છે, પરંતુ આપતા નથી. આખરે RTI કરવામાં આવી તેમાં પણ કોઈ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. શાસકોને એક એક રૂપિયાનો હિસાબ આપવામાં ડર કેમ લાગે છે તે સમજાતું નથી. જે એમણે ભ્રષ્ટાચાર નથી કર્યો અને યોગ્ય રીતે બાળકોના શિક્ષણ પાછળ રૂપિયા વાપર્યા છે તો તેનો હિસાબ આપવો જાેઈએ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post