Latest News

ડિલિવરી સમયે સ્ત્રીની સાથે સ્ત્રી હોવી જરૂરી છે, પુરુષની હાજરીની કોઈ જરૂર નથીઃ સેશન્સ કોર્ટ

Proud Tapi 04 Apr, 2023 01:33 PM ગુજરાત

સુરતની સેશન્સ કોર્ટે સગર્ભા પત્નીની પ્રસુતિ માટે વચગાળાના જામીન માંગનાર હત્યાના આરોપીની અરજી ફગાવી જણાવ્યું કે, “ડિલિવરી સમયે સ્ત્રીની સાથે સ્ત્રી હોવી જરૂરી છે, પુરુષની હાજરીની કોઈ જરૂરિયાત નથી”

મળતી માહિતી અનુસાર ગત તા.28-7-2021 ના રોજ ડભોલી ચાર રસ્તા પાસે સંજય વાણીયા (રહે. ભગવાન નગર, કતારગામ) નામના યુવાનની હત્યા થઈ હતી. જે ગુનામાં જેલવાસ ભોગવતાં આરોપી પ્રશાંત ચંદ્રકાન્ત રાજપૂત (ઉ.વ. 23, રહે. પ્રભુનગર, કતારગામ) એ પત્નીને આઠ માસનો ગર્ભ હોય ડિલિવરી સમયે પત્ની સાથે રહેવા માટે વચગાળાના જામીન માંગ્યા હતા, જેમાં સરકાર તરફે એપીપી દિગંત તેવાર અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ હાજર રહી વિરોધ કર્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે, જુન-2022માં આરોપીને લગ્ન માટે અઠવાડીયાના જામીન મળ્યા હતા પરંતુ જામીનની મુદ્દત પૂર્ણ થયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.

બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યું હતું કે, સગર્ભાની પિયર-સાસરી પક્ષના સભ્યો દેખરેખ રાખી શકે છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા કાગળોની વિગતો જોતા આરોપીની પત્નીની સમયસર સારવાર થઈ રહી છે. તેવા સંજોગોમાં ડિલિવરી સમયે સ્ત્રીની સાથે સ્ત્રી હોવા જરૂરી છે, પુરુષની હાજરીની કોઈ જરૂરિયાત નથી. અગાઉ આરોપી સમયસર જેલમાં હાજર થયો નથી. જો આરોપીને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે તો આરોપી કાયમી ધોરણે ભાગી જશે તેવું અત્રેની અદાલતને જણાઈ આવે છે અને તેમ થાય તો ફરિયાદી અને મરણ જનાર ન્યાયથી વંચિત રહી જાય તેવું અત્રેની અદાલતનું માનવું છે. જેથી કોર્ટે આરોપીને વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post