ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા લોકોના આરોગ્યની નિઃશુલ્ક તપાસણી કરાઈ
તાપી જિલ્લામાં ટીમ ૧૦૮ (એમ્બયુલેન્સ સેવા) દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ ૧૦૮ ઇમરજન્સી સેવા તાપી દ્વારા જિલ્લાના બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, બગીચા સહિતના સ્થળોએ લોકોનું બ્લડપ્રેશર ડાયાબિટીસ તેમજ અન્ય કોઈ સ્વાસ્થ્યને લગતી તમામ તપાસ નિઃશુલ્ક કરાઈ હતી.તાપી જિલ્લાના નાગરિકોનું સ્વાસ્થ્ય સારુ રહે તેવા આશય સાથે શરૂ કરાયેલા આ અભિયાનમાં આશરે ૫૦૦ થી વધારે લોકોના સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સુરત જિલ્લાના ૧૦૮ ઇમરજેન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા કોર્ડીનેટર મયંક ચૌધરી દ્વારા કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590