સોનગઢ તાલુકાના મોટી ખેરવણ ખાતે વાડામાં કાદવ થવા બાબતે બે પક્ષો વચ્ચે ઝગડો થયો હતો.જેમાં યુવક ને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોનગઢ તાલુકાના મોટી ખેરવણ ગામના દાદરી ફળિયા ખાતે રહેતા અમિત દાનિયા ગામીતના ઘરે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના સમયે રેતીની ટ્રક ખાલી કરવામાં આવી રહી હતી.ત્યારે વિરલ રોહિત ગામીતના ઘરનું પાણી અમિત ગામીતના વાડામાં આવતા પાણીના કારણે કાદવ થઈ જતા ટ્રક ફસાઈ ગઈ હતી.જે બાબતે અમિત ગામીત એ વિરલ ગામીત ને કહેવા જતા તે એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી વડે માથાના ઉપરના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ઉકાઈ પોલીસે આ અંગે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590