તાપી જિલ્લાના છેવાડાના તાલુકા મથક કુકરમુંડા ખાતે જન ઔષધી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કલેકટર ભાર્ગવી દવે,પ્રાંત અધિકારી જયકુમાર રાવલ,મામલતદારો , કુકરમુંડા એમ.બી.ભાવસાર,વ્યારા મામલતદાર હિમાંશુ સોલંકી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કર્યો હતો.
નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે જન ઔષધી સસ્તી ભી અચ્છી ભી થીમ આધારિત જેનરિક દવાઓને પ્રોત્સાહન આપતા પ્રમુખ સૂરજ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમવર્ગ માટે આશીર્વાદરૂપ જન ઔષધી પરિયોજના શરૂ કરી છે.અને જન ઔષધી કેન્દ્રો શરૂ કર્યા છે.બજારમાં દવાઓ ખૂબ મોંઘી મળે છે ત્યારે વડાપ્રધાન ની વેદના સમજી શકાય છે. ગંભીર બીમારીઓ સામે આયુષ્માન યોજનાથી વગર પૈસે વિકાસ થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યની યોજના માટે રૂપિયા પાંચ લાખથી વધારી રૂપિયા ૧૦ લાખ વધારો કરી ગંભીર બીમારી સામે રક્ષણ આપ્યું છે.
કલેકટર ભાર્ગવી દવે એ તમામ લોકોને હોળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આપણે અનિષ્ટ તત્વો નું દહન કર્યું છે ત્યારે આપણા આરોગ્યની સુખાકારી માટે સરકારની યોજનાઓનો લાભ લેવો જોઈએ.જેનરિક દવાઓ ૫૦ થી ૯૦ ટકા સસ્તી હોય છે.કોઈ આડઅસર થતી નથી.આ જન ઔષધી સ્ટોર માં અંદાજે બે હજાર જેટલી દવાઓ ઉપલબ્ધ છે.સાથે આ કેન્દ્રો ઉપર સર્જીકલ ના સાધનો પણ મળવાના છે.આરોગ્ય ક્ષેત્રે મોટુ નામ કરવા બદલ કલેકટર દવેએ આરોગ્ય પરિવાર ની કામગીરી બિરદાવી હતી.
ડો.પાઉલ વસાવાએ સૌને આવકારી દવાઓની જાણકારી આપી દવાઓનો ઉપયોગ કરી સમાજને ઉપયોગી બનવા આહવાન કર્યું હતું. જિલ્લા પંચાયત દંડક રાહુલભાઈ ચૌધરી એ જેનરિક દવાનો ઉપયોગ કરી ગરીબીમાંથી બહાર આવવા અપીલ કરી હતી.આ વેળાએ જન ઔષધી મિત્ર પ્રહલાદ પટેલ,કુકરમુંડા ફાર્માસિસ્ટ જન ઔષધી કેન્દ્રના સર્વશ્રેષ્ઠ નંદલાલ પટેલ,ડોલવણ ફાર્માસિસ્ટ જન ઔષધી સર્વશ્રેષ્ઠ કૃપાલીબેન રમેશભાઈ ચૌધરી તથા જીવન જ્યોતિ એવોર્ડ ખુશ્બુબેન પટેલ નું સન્માન કરાયું હતું.સૌએ પ્રધાનમંત્રી નો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590