ડાંગ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના તમામ લાભાર્થીઓને સરકારી યોજનાઓની જાણકારી આપી લાભાર્થીઓને યોજનાઓના લાભ લેવા પ્રોત્સાહિત કરવા માટે આજરોજ આહવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ હેતલબેન ચૌધરી ના અધ્યક્ષ સ્થાને પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે વર્કશોપનું આયોજન કરવામા આવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના આર.સી.એચ( રિપ્રોડ્કશન એન્ડ ચાઇલ્ડ હેલ્થ) તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહે આ પ્રસંગે તમામ પ્રતિનિધિઓને આરોગ્ય શાખા હસ્તકની સરકારી યોજનાઓના વિશે જાણકારી આપી જન- જન સુધી યોજનાઓના પ્રચાર તેમજ લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપી લાભાર્થીઓને સાચી દિશામાં માર્ગદર્શન પુરૂ પાડવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકાર ( આરોગ્ય અને પરિવાર કલ્યાણ) દ્વારા જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખા મા બાળકો તેમજ મહિલાઓ માટે પાયે સરકારી યોજનાઓનો લાભ પુરો પાડવામાં આવે છે.જેમાં જનની સુરક્ષા યોજના,કસ્તુરબા પોષણ સહાય યોજના,પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના,રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ, આયુષ્યમાન ભારત –પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વગેરેનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડવા ડો. સંજયે શાહે પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
આ ઉપરાંત ડાંગ જિલ્લો ટીબી મુક્ત ભારત ના નારાને સાર્થક કરે તે માટે ડો.ગર્લીના દ્વારા ટીબી રોગ વિશે જાણકારી આપી હતી.જિલ્લા ક્ષય કેન્દ્ર ડાંગ દ્વારા ટી.બી. ના ટ્રાયબલ સ્પોર્ટ સ્કીમ હેઠળ દર્દીને રૂ.750 ચુકવણી થાય છે.નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ માસિક દવા ના કોર્ષ પ્રમાણે રૂ.500 ટી.બીના દવા ગળતા આધાર લિંક બેન્ક ખાતા માં મળવા પાત્ર છે.ટી.બી રોગ નો ફેલાવો,તેના ચિહ્નો-લક્ષણો,તેમજ નિદાન અને તેને અટકાવવા માટેના ઉપાયો વિશે ગર્લીનાએ માહિતી પૂરી પાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590