Latest News

હોળી ધુળેટીના તહેવાર દરમિયાન ઇમર્જન્સી ને પહોંચી વળવા માટે તાપી જિલ્લાની 108 એમ્બ્યુલન્સ સેવાની વિશેષ તૈયારી સાથે સુસજ્જ

Proud Tapi 23 Mar, 2024 12:35 PM ગુજરાત

તાપીમાં 15 એમ્બ્યુલન્સ સાથે 80 જેટલાં  વોરિયર્સ 24*7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહેશે

હોળીને “પ્રેમનો તહેવાર”, “રંગોનો તહેવાર” અને “વસંતનો તહેવાર” તરીકે ઓળખવામાં આવે છે. હોળી એ બે દિવસનો તહેવાર છે, પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે, લોકો કાચું નાળિયેર અને મકાઈ અગ્નિમાં અર્પણ કરે છે. બીજો દિવસ રંગનો તહેવાર અથવા ધુળેટી, રંગીન પાણી છાંટીને અને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે. ત્યારે હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોમાં વધારાને પહોંચી વળવા તથા નાગરિકોને હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારી તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે  ખડેપગે તૈયાર રહેશે.

સુરત અને તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરના જણાવ્યા અનુસાર અગાઉના વર્ષોમાં કટોકટીના વધતા જતા આંકડાના આધારે આ વર્ષેના ડેટાના આધારે હોળીના દિવસે 2.67 %,ધુળેટીમાં  38.67%  કેસોમાં વધારો થવાની શક્યતા સામે તાપીમાં 15 એમ્બ્યુલન્સ સાથે 80 જેટલા તમામ વોરિયર્સ પોતાની રજા કેન્સલ કરી તથા ઘરથી દુર રહી 24*7 સેવાના સંકલ્પ સાથે ખડેપગે હાજર રહેશે.

હોળી અનિષ્ટ પર સારાની જીત પણ દર્શાવે છે .108 EMS, ગુજરાત સરકારની પહેલ અને PPP મોડલ હેઠળ EMRI GHS (Green Health Services)દ્વારા સંચાલિત ગુજરાતના નાગરિકોને સેફ અને આનંદમય હોળીની શુભેચ્છા પાઠવે છે,અને નાગરિકોને  હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈપણ કટોકટી માટે 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં.
 
શ્રી જશવંત પ્રજાપતિ, સીઓઓ, EMRI GHS, ગુજરાતના નાગરિકોને આનંદમય અને સુરક્ષિત હોળી ની શુભેચ્છા પાઠવે છે અને એ જણાવતા આનંદ ઉદભવે છે કે 108 EMS ટીમ હોળીના તહેવાર પર અપેક્ષિત ઈમરજન્સીમાં વધારા માટે સજ્જ અને તૈયાર છે કારણ કે તે દરેક તહેવાર દરમિયાન સામાન્ય વલણ છે. શ્રી પ્રજાપતિ કહે છે કે 108 EMS એ તેના સફળ ઓપરેશન ૧૬ વર્ષ પુરા કર્યા છે. છેલ્લા ૧૬ વર્ષમાં ૧.૫૭ કરોડ કરતાં વધુ ઈમરજન્સીની સેવા આપી છે

૧૦૮ EMS માત્ર દર્દીના  પરિવહન પર જ ધ્યાન કેન્દ્રિત કરતું નથી પરંતુ દર્દી ઓને શ્રેષ્ઠ તબીબી સહાય પૂરી પાડવા માટે આપવામાં આવતી હોસ્પિટલ સંભાળમાં સતત ગુણવત્તા સાભાર સુધારાઓ કરે છે અને નવીનતા લાવે છે, તેથી તમામ નાગરિકોને વિનંતી છે કે દર્દીને ખાનગી વાહનોમાં સ્થાનાંતરિત કરવાના બદલે કોઈપણ ઈમરજન્સી માટે 108 પર કોલ કરો. અમારી એમ્બ્યુલન્સમાં કોઈ પણ પ્રકારની  ઇમરજન્સીને હેન્ડલ કરવા માટે તાલીમબદ્ધ EMT અને પાઈલટ સાથે તમામ પ્રકારના એડવાન્સ મેડિકલ ઇક્વિપમેન્ટ અને દવાઓથી સજ્જ હોય છે.

૧૦૮ પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સને મૂકવામાં આવે છે.એમ્બ્યુલન્સઓનું સ્થાન ઇમરજન્સીનું પેટર્ન અને છેલ્લા ૩-૪ વર્ષના તહેવારની ઇમરજન્સી કેસની સંખ્યા વગેરેના વિશ્લેષણ પર પર આધારિત આ વર્ષે હોળીના તહેવાર માં વધારો થનાર ઈમરજન્સી કેસને અને મીની વેકેશનના કારણે લોકોની અવરજવર વધશે.તેથી રોડ ટ્રાફિક અકસ્માતોના કેસમાં વધારો થશે અને અન્ય ઈજા ના કેસો જેમ કે પડી જવાના શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post