Latest News

ગિરિમથક સાપુતારાની હોટેલ, રેસ્ટોરન્ટમાંથી ₹ ૧૨,૮૨૦/- ની કિંમતની ૧૪૫ કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

Proud Tapi 15 Sep, 2023 04:49 AM ગુજરાત

સાપુતારાની નોટીફાઈડ એરિયા કચેરી,અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ- વલસાડ ની સંયુક્ત ટીમોએ હાથ ધરેલી વિવિધ હોટલ,રેસ્ટોરન્ટની આકસ્મિક તપાસણી દરમિયાન કુલ રૂપિયા બાર હજાર આઠસો વિસ ની કિંમતના ૧૪૫ કિલો ખાદ્ય સામગ્રીના જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જરૂર મુજબના બાર જેટલા સેમ્પલો લઈ, ચકાસણીમાં ધ્યાને આવેલ ક્ષતિઓને પૂર્તતા કરવા સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.

સાપુતારાના ચીફ ઓફિસર એમ.જે.ભરવાડ તથા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, વલસાડ ફૂડ સેફટી ઓફિસર સર્વશ્રી કે.જે.પટેલ  તથા સી.એન.પરમાર સાથે બંને વિભાગની સંયુક્ત ટિમે,સાપુતારાની ૧૯ જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને બે હોસ્ટેલની પણ આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જે પૈકી ચાર હોટલમાંથી ચટણી, વાસી ખરાબ બોઈલ શાકભાજી, ખરાબ કાંદા બટાકા ,લસણ, બ્રેડ, પનીર, ફુડ કલર આઈટમ, છાશ, દૂધ મળી કુલ ૧૪૫ કિલોગ્રામ જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. સાથે જરૂર મુજબના સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરી, દુકાનોમાં સ્વચ્છતા ની જાળવણી સહિતની સૂચના આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post