Latest News

સિઝનમાં પહેલીવાર સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા, 42 ગામડાઓમાં એલર્ટ જાહેર કરાયું

Proud Tapi 26 Aug, 2024 06:47 AM ગુજરાત

નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની આવક વધતાં ગઇકાલ સુધીમાં ડેમના 9 ગેટ ખોલાયા હતા. જે આજે વધારીને 15 ગેટ ખોલવાની ફરજ પડી ગઇ હતી. જેના લીધે ડેમમાંથી આશરે 243923 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. 

42 ગામડાઓમાં એલર્ટ જાહેર 
મોડી રાત સુધીમાં હજુ પાણીની આવક વધે તો વધુ પાણી છોડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઈને ગુજરાતના જીવાદોરી સમાન આ નર્મદા ડેમના મોટાભાગના આજુબાજુના 42 ગામડાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

સિઝનમાં પહેલીવાર 15 ગેટ ખોલાયા 
નર્મદા ડેમની વાત કરીએ તો ગઈકાલે સાંજે તેની સપાટી 135.40 મીટરની આજુબાજુ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર જ છે. ડેમના ઉપરવાસમાં આવેલા વિવિધ ડેમમાંથી વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ડેમના સત્તાધીશોએ સિઝનમાં પહેલીવાર 15થી વધુ ગેટ ખોલવાની ફરજ પડી છે. આ 15 ગેટ લગભગ 2.85 મીટર જેટલા ખોલાયા હતા. 

કેટલું પાણી છોડવામાં આવ્યું? 
હાલ ઉપરવાસમાંથી 480233 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ગેટમાંથી 200000  ક્યૂસેક પાણી છોવામાં આવ્યું છે. આ ઉપરાંત રિવરબેડ પાવર હાઉસમાંથી 43932 ક્યૂસેક તેમજ કેનાલ હેડ પાવર હાઉસમાંથી 23142 ક્યૂસેક વગેરે મળીને 345932 ક્યૂસેક પાણી નદીમાં જાય છે. જેથી નદી બંને કાઠે વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post