Latest News

ઇઝરાયેલ-હમાસના યુદ્ધ વિરામ પ્રસ્તાવની તરફેણમાં 158 દેશો

Proud Tapi 12 Dec, 2024 09:34 AM ગુજરાત

મહાસભાએ પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે રાહત અને બચાવ કાર્ય માટેની  એજન્સી -UNRWAને પણ સમર્થન આપ્યું

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ પ્રસ્તાવની તરફેણમાં 158 દેશોએ મતદાન કર્યું છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાત્કાલિક, બિનશરતી અને કાયમી યુદ્ધવિરામની હાકલ કરતા મહાસભાએ તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે. જોકે સામાન્ય સભાના ઠરાવો બંધનકર્તા નથી પરંતુ તે રાજકીય મહત્વ ધરાવે છે. 

મહાસભાએ પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે રાહત અને બચાવ કાર્ય માટેની  એજન્સી -UNRWAને પણ સમર્થન આપ્યું હતું. ઉપરાંત ઇઝરાયેલ દ્વારા રજૂ કરાયેલા નવા કાયદા સામે  વિરોધ નોંધવતો ઠરાવ 159 મતોથી પસાર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલના આ કાયદા દ્વારા જાન્યુઆરી મહિનાના અંતિમ અઠવાડિયાથી આ ક્ષેત્રમાં UNRWAના સંચાલન પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post