14મી ફેબ્રુઆરીએ ટાઉન હોલ ખાતે તાપી જિલ્લા પોલીસ અને તમામ નેશનલાઈઝ બેન્ક તથા ડી.આઇ.સીના સહયોગથી "લોન મેળો" યોજાશે |
વ્યાજખોરો પાસે નાણાં વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઈ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ નેશનલાઈઝ બેન્ક તથા ડી.આઇ.સીના સહયોગથી વ્યારા સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોન મેળામાં જિલ્લાની તમામ જાહેર જનતાને આજે 14મી ફેબ્રુઆરી, મંગળવાર સવારે 11 કલાકે આ ભવ્ય લોન મેળામાં સહભાગી થવા તાપી જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.વધારે માહિતી માટે 2626-221500 પર સંપર્ક કરવા તાપી જિલ્લા પોલીસ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590