સુરત : ૧૦મી ફેબ્રુયારીના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી દ્વારા મહિલા અને બાળ અધિકારી અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ- રક્ષણ અધિકારી – ડૉ.મનીષા એ. મુલતાનીના માર્ગદર્શન હેઠળ “ઘરેલું હિંસા અધિનિયમ - ૨૦૦૫” ના કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન તાલુકા પંચાયત હોલ, સોનગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ, યુસુફભાઈ ગામીત તેમજ રેહાનાબેન જિલ્લા પંચાયત સભ્ય હાજર રહ્યા હતા.જેમાં – ડૉ.મનીષા એ. મુલ્તાની દ્વારા ગ્રામ્ય મહિલાઓને “ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” ની કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
મહિલા અને બાળ અધિકારીની કચેરી તાપી સંચાલિત જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપીના કેન્દ્ર સંચાલક મીના બેન,પરમાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ અને વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓની આગવી ભાગીદારીની અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને મહિલા શક્તિ કેન્દ્ર, પી બીએસસી, સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા અભયમ - ૧૮૧, નારી અદાલત તાપી દ્વારા મહિલાઓની લગતી યોજનાઓ તેમજ મહિલા કાઉન્સેલિંગ સેન્ટર અંગેની માહિતી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરી સ્ટાફ વિવિધ મહિલા યોજના નો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. તેમજ વ્હાલી દકરી યોજના અંતર્ગત ૧૩ મંજુરી હુકમ રૂ.૧૪,૩૦,૦૦૦/- ના વિતરણ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590