સોનગઢના કિકાકુઈ ગામમાંથી પાયલોટિંગ કરનાર અને કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે ૨ ઝડપાયા ,૧.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલિસે ૩ ને વોન્ટેડ જાહેર કર્યા છે.
તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા સોનગઢ નેશનલ હાઇવે નંબર 53 ઉપર એક કારમાં દારૂ લઈ જવામાં આવનાર છે જે બાતમીના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢના કિકાકુઈ પાટીયા પાસે વોચ ગોઠવી ઊભા હતા. તે દરમિયાન સામેથી આવતી મોટરસાયકલ નંબર MH 39 AG 2888 પર સવાર વિશાલ માનસિંગ રાજપૂત (ઉં.વ. 26 રહે. વીકે એવન્યુ, ગંગાધરા (કારેલી) તા. પલસાણા,જિ. સુરત) જે પાયલોટિંગ કરી રહ્યા હતા અને વિરાજ ઉર્ફે બી આશિષ માવચી (ઉ. વ.૨૫, રહે. તીન ટિંબા, નવાપુર, તા. નવાપુર જિ. નંદુરબાર,મહારાષ્ટ્ર) જે મારુતિ સુઝુકી કંપનીની સિલ્વર કલરની ઇકો કાર નંબર GJ 05 CQ 7586 ને હંકારી લાવી રહ્યા હતા તે દરમિયાન તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો એ કારને રોકી તેની તપાસ કરતા તેમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટ ની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની શીલ બંધ કુલ બોટલો નંગ 48 જેની કુલ કિંમત રૂપિયા 42000/- નો દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે પાયલોટિંગ કરનાર બાઈક સવાર અને મારુતિ ઈકો કાર હંકારી લાવનાર આ બંને ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.
તેમજ પોલીસે (૧)ક્લીનર રાહુલ ચૌધરી (રહે. પાંડેસરા તા.સુરત શહેર જી.સુરત ગ્રામ્ય),(૨) દારૂનો જથ્થો આપનાર એસ.એમ અગ્રવાલ કાકા વાઇન શોપ પરના સ્વપ્નિલ પાટીલ ,(૩) દારૂનો જથ્થો મંગાવનાર અરવિંદ મારવાડી આ ત્રણેય ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. તેમજ પોલીસે ઝડપી પાડેલ દારૂનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા ૪૨ હજાર તથા ઇકો કારની કિંમત ૧ લાખ અને મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૪૦ હજાર મળી એમ પોલીસે કુલ રૂપિયા ₹1,92,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ગુન્હો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590