Latest News

RBSK ટીમની મદદથી ડાંગ જિલ્લાની 2 બાળાઓનું સફળ ઓપરેશન કરાયુ

Proud Tapi 28 May, 2023 04:45 PM ગુજરાત

ડાંગ જિલ્લાના માલેગામ ગામની ખુશી નીતિન પવાર ઉંમર 11 વર્ષ જે હાલ પ્રાથમિક શાળા-માલેગામ મા અભ્યાસ કરે છે. તેમજ અંજનકુંડ ગામની દીકરી લક્ષ્મી યશવંત પવાર ઉંમર 10 વર્ષ જે હાલ આશ્રમ શાળા-લિંગા મા અભ્યાસ કરે છે. તેને સરકારના  શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસણી દરમિયાન શોધાયેલ હતા.  આ બાળાઓના ફાડ્યુક્ત તાળવાના લીધે જમવામા અને બોલવામાં મુશ્કેલી થતી હતી. તેમજ આ કારણે વારંવાર શ્વસન તંત્ર નો ચેપ થવાની શક્યતા હતી, અને તે બાળકોના આરોગ્ય પર સીધી અસર કરે છે. જેથી તેમના વાલીઓને આ અંગે સમજૂતી પૂરી પાડી અને તેઓને દીકરીઓના સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

જેમાં તાલુકા હેલ્થ ઓફિસર અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના સહયોગથી RBSK ટીમ DGAHT602 ડૉ.ધનરાજ પી. દેવરે, ડૉ હેમાંતિકા વસાવા, હીનાબેન સ્ત્રી આરોગ્ય કાર્યકર એ હરિયા ટ્રસ્ટ હોસ્પિટલમાં ચાલતા સ્માઇલ પ્રોજેક્ટમા સર્જરી કરાવી, આ સફળતા હાંસલ કરવામાં આવી છે. બાળક હાલ RBSK ટીમ DGAHT602 ના ફોલો અપ હેઠળ છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post