વ્યારા નગરના કાનપુરા કુંભારવાડ વિસ્તારમાં જુના ઇંટના ભઠ્ઠાઓની ફરતે બનાવવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ પવન ફુકાવાને કારણે ધરાશાય થઈ જતા ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે જેટલા મકાનોને મોટા પાયે નુકસાન થતાં પરિવારના સભ્યો પર આફત તૂટી પડી હતી.
તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે આવેલ કુંભારવાડ કાનપુરા વિસ્તારમાં અગાઉ ઈંટના ભઠ્ઠાઓ ચાલતા હતા.જે ઇંટના ભઠ્ઠાઓ હાલમાં બંધ હાલતમાં છે. જોકે આ ઈંટના ભઠ્ઠાઓની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી. ત્યારે સાંજના સમયે પવન ફૂંકાતા આ કમ્પાઉન્ડ વોલ ધરાશાય થઈ ગઈ હતી. દિવાલ ધરાશાય થતા કમ્પાઉન્ડ વોલ ની બાજુમાં આવેલ બે જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું હતું.
દિવાલ ધરાશાય થવાની દુર્ઘટના સર્જાતા લોકોના ટોળેટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં કનૈયાભાઈ સદાશિવ વસાવા અને સંજયભાઈ બાબલાભાઇ ગામીતના મકાન પર દિવાલ ધરાશાય થતા બંને પરિવારના સભ્યો પર આફત તૂટી પડી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
ચોમાસા ટાણે બંને મકાનોને મોટા પાયે નુકસાન થવા પામેલ છે. જેના કારણે ચોમાસાના દિવસોમાં આ પરિવારે પોતાનું માથું ક્યાં છુપાવવું તે આ પરિવારો માટે પ્રશ્ન બની ગયો છે. આ દુર્ઘટનાને લઈને યોગ્ય તપાસ કરીને બંને પરિવારોને વળતર ચૂકવવામાં આવે તેવી આશા પરિવાર દ્વારા સેવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590