Latest News

અમદાવાદમાં હેબતપુર અને બાવળામાં અકસ્માતની ઘટનામાં 2ના મોત, 5 ઈજાગ્રસ્ત

Proud Tapi 26 Feb, 2025 07:51 AM ગુજરાત

અમદાવાદમાં આજે જુદા-જુદા સ્થાનો પર અકસ્માતની ઘટના બનવા પામી. શહેરમાં હેબતપુર અને બાવળામાં ગંભીર અકસ્માત ઘટનામાં કુલ 2 લોકોના મોત નિપજ્યા અને 5 લોકોને ઇજા પંહોચી. આજે શહેરમાં હિંદુઓના ધાર્મિક તહેવાર મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે અને આ ઉપરાંત અમદાવાદ સ્થાપના દિવસની સાથે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન હાથ ધરાયું છે ત્યારે હેબતપુર અને બાવળામાં બનેલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થતા તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો.

હેબતપુર ઓવરબ્રીજ પર ટ્રકની પાછળ ઘૂસી કાર
અમદાવાદના હેબતપુર ઓવરબ્રીજ પર અકસ્માતની ઘટનામાં ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ. હેબતપુર ઓવરબ્રીજ ચડતા એક ચાલુ ટ્રક પાછળ આર્ટિકા ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ટ્રક નીચે કાર ઘૂસી જતાં ગાડીનો કુરતો બોલાઈ ગયો. આર્ટિકા ગાડી એટલી ભયંકર રીતે અથડાઈ કે ઘટનાસ્થળ પર જ એક વ્યક્તિનું મોત નિપજ્યું. જ્યારે ગાડીમાં સવાર અન્ય બે લોકોને ગંભીર ઇજા પંહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હેબતુપર અકસ્માત મામલે પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી.

બાવળામાં ટ્રક માલિકનું મોત
શહેરમાં અન્ય એક અકસ્માતની ઘટનામાં રાહદારીનું મોત નિપજયું. ગુજરાત હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બે સાયકલ સવારને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો. બાવળા રૂપાલ ચોકડી મધુવન હોટલ ખાતે બાવળાથી બગોદરા તરફ ટ્રક જઈ રહી હતી. દરમિયાન ટ્રક ડ્રાઇવર સાથે રહેલા ટ્રક માલીકે જમવા માટે ટ્રક રોકી. અને ટ્રક માલિક રસ્તો ક્રોસ કરી સામેની બાજુ જઈ રહ્યો હતો ત્યારે બગોદરાથી બાવળા તરફ જઈ રહેલા એકટીવાએ ટ્રક માલિકને ટક્કર મારી. એકટીવા પર ત્રણ યુવકો સવાર હતા.

એક્ટીવાની ટક્કર વાગતા ટ્રક માલીકનું સારવાર મળે તે પહેલાં ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયું. જ્યારે એક્ટિવા સવાર ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા. ત્રણેય યુવકોને 108 મારફતે બાવળા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અકસ્માતની પ્રાથમિક તપાસમાં પોલીસની સામે આવ્યું કે મૃત્યુ પામનાર ટ્રક માલીક ધંધુકાનો રહેવાસી છે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post