Latest News

ઉચ્છલ પોલીસે કરોડ ફાટા પાસેથી મરચા ની આડમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો

Proud Tapi 13 Feb, 2023 06:02 PM Breaking News


દારૂની ૯૧૨ બોટલો સહિત કુલ ૪,૨૩,૮૪૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે આ.પો.કો.આનંદભાઈ ને બાતમી મળી હતી કે નારણપુર ગામની સીમમાં કરોડ ફાટા પાસેથી મરચાની આડમાં દારૂ લઈ જવામાં આવનાર હોય જે બાતમીના આધારે વોચ ગોઠવી ઊભા હતા.તે દરમિયાન સામેથી આવતી બુલેરો પિકપ ગાડી નંબર : MH 39 AD : 1465 ને ઉભી રાખી તપાસ કરતાં મરચાની આડમાં મૂકેલ નંગ ૯૧૨ દારૂની બોટલોને ઝડપી પાડ્યો હતો.
         પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત રવિવારના રોજ ઉચ્છલ પોલીસ મથકે ફરજ બજાવતા પો.કો.આનંદભાઈ અને પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે કરોડ ફાટા પાસેથી મરચા ની આડમાં લેરો પિકપ ગાડી નંબર : MH 39 AD : 1465 માં લઈ જવાતો ભારતીય બનાવટનો અલગ અલગ કંપનીની કુલ નંગ ૯૧૨ દારૂની બોટલો સહિત સુકરામ ગાવીત ઉ.વ.૨૭  તેમજ વિકાસ ગાવીત ઉ.વ. ૨૩ (બંને આરોપીઓ રહે. નંદુરબાર જિ. નંદુરબાર) ને પોલીસે ઝડપી લીધા હતા.દારૂની હેરાફેરી ના ઉપયોગમાં લીધેલ  બુલેરો પિકપ ગાડી નંબર : MH 39 AD : 1465 જેની કિંમત રૂપિયા ૩૫૦૦૦૦/- તેમજ દારૂની કુલ ૯૧૨ બોટલો જેની કિંમત રૂપિયા ૬૩,૮૪૦/- સહિત અન્ય મુદ્દામલ મળી કુલ ૪,૨૩,૮૪૦/-નો મુદ્દામલ ઝડપી પાડી  બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post