વ્યારા : તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોટ ગામે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પુરસ્કૃત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન,મિશન મંગલમ અંતર્ગત પાપડ ફરસાણ યુનિટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
મંત્રી કુંવરજીભાઇ હળપતિએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે તાપી જિલ્લાની દરેક બહેનો આર્થિક રીતે સધ્ધર થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બજેટ માં અનેક યોજનાઓ લાવીને બહેનોને પગભર કર્યા છે. તાપી જિલ્લાની એક પણ બહેન યોજનાથી વંચિત ન રહે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. બહેનો સખીમંડળના માધ્યમથી દાળ પીલવા,ડાંગર માંથી ચોખા કાઢવા જેવા નાના કામો કરી રોજગારી મેળવશે. સખીમંડળને રૂ. ૭ લાખની સહાય આપવામાં આવે છે. આજે પાપડ-ફરસાણ યુનિટને ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આમ બહેનો,ખેડૂતો,પશુપાલકો સંકલનમાં રહે તેવા પણ અમારા વિભાગના પ્રયત્ન છે. બાલવાટિકા,સેતુ જ્ઞાન સ્કૂલ જેવી નવી યોજનાઓ સરકાર લાવી રહી છે.
મહિલાઓના આર્થિક વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: મંત્રી કુંવરજીભાઈ હળપતિ |
મંત્રી કુંવરજીભાઈ હળપતિએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દેશનું બજેટ મધ્યમવર્ગને પરવડે તે બાબતને ધ્યાનમાં રાખી છે. ૧૦૦ દિવસના લક્ષ્યાંક અમને આપવામાં આવ્યા છે. જેમાં ૧૦૫૦ જેટલા સનદ માટેના દાવા મંજૂરી માટે અમે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત કુવા,સોલાર પંપ વિગેરે દ્વારા ખેડૂતો બારેમાસ સિંચાઈ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. G20 માં ૨૦ જેટલા દેશોને આમંત્રિત કરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રોજગારીની તકોનું નિર્માણ હાથ ધરાયું છે. આવનારા દિવસોમાં એક પણ કામ બાકી નથી રહેવાનું.સ્વાગત પ્રવચન તાલુકા વિકાસ અધિકારી વ્રજ પટેલે કરતા કહ્યું હતું કે બહેનોની રોજગારી માટેના આ ભગીરથ કાર્ય આપણાં સૌ માટે પ્રેરણાદાયક છે.
આ પ્રસંગે મંત્રી ના હસ્તે શક્તિ સખી સંઘ,ચીખલી ભેંસરોટને ફૂડ લાયસન્સ અર્પણ કરાયું હતું. તેમજ શાળાની બાલિકાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાઈ હતી. આ સમારોહમાં ગ્રામ વિકાસ નિયામક અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.એચ.રાઠવા, ઈ.ચા.પ્રાંત અને મામલતદાર એચ.જે.સોલંકી,લાયઝન અધિકારી દીપ શાહ,ગ્રામ વિકાસ ના પંકજભાઇ પાટીદાર, સરપંચ રુચિતા બેન,તાલુકા સભ્ય ઉષાબેન, આશિષભાઇ શાહ, દામજીભાઈ, સામાજીક અગ્રણી નારણભાઈ સોલંકી,નિલમબેન ,રીટાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590