નાગરિકોએ બેંક મારફત લોન લઇ પોતાની સાથે દેશના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કરતા એડીશનલ ડી. જી.પી. : પીયૂષ પટેલ |
વ્યાજખોરો પાસે નાણાં વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઈ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે તાપી જિલ્લા પોલીસ વિભાગ તથા તમામ નેશનલાઈઝ બેન્ક અને ડી.આઇ.સી ના સહયોગથી વ્યારા સ્થિત ડૉ. શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે જણાવ્યું હતું કે, આ લોન મેળો નથી સામાજિક પરિવર્તનનો પ્રયાસ છે. જેમાં પોલીસ વિભાગ, બેન્ક, ઉદ્યોગ કચેરી અને જિલ્લા તંત્ર એક સાથે મળી નાગરિકોને મદદરૂપ બનવા સહભાગી બન્યા છે. તેમણે સૌ જાહેર જનતાને બેંકથી ગભરાવવાની જરૂર નથી બેંક દ્વારા લીધેલ લોન સમયસર ભરી બેંક સાથે સંબંધ પ્રસ્થાપિત કરો જેથી આર્થિક રીતે બેંક અને વ્યક્તિ બન્નેનો વિકાસ થઈ શકે. તેમણે આજના લોન મેળામાં 363 જેટલા નાગરિકોને નાની મોટી લોન મળી અંદાજે 6.05કરોડની લોન આપવા બદલ તમામ બેંક તથા પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે એડીશનલ ડી. જી.પી. પિયુષ પટેલે નાગરિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ રૂપે આ લોન મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ સંવેદનશીલ નિર્ણય માટે સરકારની સરાહના કરતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાના મોટા રોજગાર ધંધા માટે નાણાંની જરૂરિયાત પડતા વ્યાજખોરો પાસે જવાની જગ્યાએ બેંક મારફત નાણાં લેવા વધારે યોગ્ય છે. આ કામમાં બેંક સહિત પોલીસ વિભાગ ખૂબ સારી અને સકારાત્મક ભૂમિકા અદા કરી રહ્યું છે.તેમણે નાગરિકોને બેંક મારફત લોન લઇ પોતાની સાથે દેશના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, લોન મેળાનું આયોજન એ સરકાર તરફથી ખુબ જ સારી પહેલ છે. સરકારના પ્રયાસોથી લોન મેળા થકી એક સ્થળે અને ખુબ જ ઓછા સમયમાં તથા ઓછામાં ઓછા વ્યાજ ઉપર બેંક મારફર નારગિકો લોન મેળવી શકશે જેના થકી વ્યાજખોરોનું દુષણ મટશે અને નાગરિકોમાં બેંકના કામકાજ અંગે જાગૃતતા વધશે.
લીડ ડિસ્ટ્રીકટ મેનેજર રસિક જેઠવાએ પોલીસ આપણી મિત્ર છે આજનો લોન મેળો આપણા હિત માટે અને માર્ગદર્શન માટે યોજવામાં આવ્યો છે એમ જણાવી બેંકની વિવિધ યોજનાઓ જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના અને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજનામાં નજીવી રકમ દ્વારા વીમો ખોલાવવા ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે બેંકનું નામ લઇ છેતરપિંડી કરતા લોકો થી સાવધાન રહેવા અને કોઇ પણ પ્રકારની વિગતો ન આપવા સલાહ આપી હતી.
આ લોન મેળામાં જુદી જુદી બેંકોના સ્ટોલો લગાવવામાં આવ્યા હતા.જેથી કરી લોન વાંચ્છુકો પોતાની મનપસંદ બેંકમાંથી લોન માટે અરજી કરી શકે, તથા મૂંઝવતા સવાલો વગેરે પણ કરી શકે તથા તેમાં જે તે બેંક શાખાના માહિતીસભર પેમ્પલેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડી.ડી.સોલંકી એ ઉદ્યોગ કેન્દ્ર મારફત આપવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન મેળાના વિવિધ લાભાર્થીઓને ચેક આપી લોન મંજુરીના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે વિવિધ લાભાર્થીઓને લોન મેળા અંગે તથા પોતે લીધેલ લોન અંગે પોતાના પ્રતિભાવો આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ઇંચા.ડી.ડી.ઓ અને અધિક નિવાસી કલેકટર આર.જે.વલવી,ડી.વાય.એસ.પી જાડેજા અને નાયક સહિત વિવિધ મહાનુભાવો, વિવિધ બેંકના મેનેજર તથા કર્મચારીઓ, અને લાભાર્થી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ યોજાયેલ લોન મેળા માં કુલ 268 ઇન્કવાયરી લોન મેળવવા માટે આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590