તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખાનગી ગાડીમાં બેસી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડોલવણ તાલુકાના બરડીપાડા ગામના રોડ પરથી એક પીકઅપ માં ઈંડાની આડમાં દારૂ લઈ જવામાં આવનાર છે.જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઊભી હતી તે દરમિયાન સામેથી આવતી સફેદ કલરની પીકઅપ વાહન નંબર GJ-05-CU-7528 ને પોલીસે બેટરીના ઈસારે પિકઅપ ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે પિકઅપ ચાલક રોડની સાઈડે પિકઅપ ઊભો કરી રાત્રિના અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો.
તાપી lcb પોલીસ સ્ટાફના માણસોને ખાનગી બાતમીના આધારે ડોલવણ તાલુકાના બરડીપાડા ગામના રોડ પરથી સફેદ કલરની પીકઅપ વાહન નંબર GJ-05-CU-7528 માં ઈંડાની આડમાં લઈ જવાતો રૂ.૩,૪૨,૦૦૦/- નો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.તેમજ ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લીશ દારૂની કંપની સીલબંધ બોક્ષ નંગ-૭૦ બાટલી નંગ-૨૦૨૮ (કુલ ૬૧૮.૧૨ લીટર) મળી જેની કિંમત રૂ. ૩,૪૨,૦૦૦/- તથા પીકપ વાહન નં. GJ-05-CU-7528ની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂ.૮,૪૨,૦૦૦/- નો મુદ્દામાલ એલ.સી.બી.એ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590