વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામની સીમમાં એક ફોર વ્હીલ ચાલક એ બે મોટર સાયકલ અને એક રાહદારીને ટક્કર મારી દેતાં ગંભીર અક્સ્માત સર્જાયો હતો.જેમાં ત્રણ જણાનું મોત નિપજ્યું હતું.અને એક મહિલા સહિત કુલ 3 ને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ છે.
વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામની સીમમાંથી પસાર થતા કપુરાથી બેડચીત તરફ જતા રસ્તા ઉપર એક હોન્ડાઇ ક્રેટા ફોરવ્હીલ ગાડી નં. GJ-15-CF-6212 ના ચાલકે પોતાના કબ્જાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી હતી.અને હીરો સ્પેલેંડર પ્લસ મોટર સાયકલ રજી.નં.GJ-26-AF-2837 ને ટક્કર મારી દીધી હતી, ત્યારે મોટરસાયકલના ચાલકને તથા તેમની પાછળ બેસેલ બહેનને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.તેમજ રસ્તા ઉપર ચાલતા ઇસમને અડફેટમાં લઇ લેતા ,તે રાહદારી ને પણ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.અને TVS સ્ટાર સી.ટી. મોટર સાયકલ રજી.નં. GJ-19-N-6826 ને ટક્કર મારી દેતા તેના ચાલક પ્રભુભાઈ તથા તેમની પાછળ બેસેલ નવીન હીરજી ચૌધરી (ઉ.વ.૭૦ રહે.ઉમકુઇગામ મોટુ ફળીયુ તા.વ્યારા જી.તાપી )ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું.જોકે ક્રેટા ચાલક ટ્રીપલ અક્સ્માત કરીને નાસી છૂટયો હતો.તેમજ ઇજાગ્રસ્ત રવિન્દ્ર ચૌધરી નું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે મોતનો આંકડો ત્રણ થઈ ગયો છે અને અન્ય ત્રણ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.ત્યારે વ્યારા પોલીસે અકસ્માત અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590