સુરતવાસીઓ સાપુતારા ખાતે પ્રવાસ માટે આવ્યા હતા ,ત્યારે ટેબલ પોઇન્ટ પાસે પાર્ક કરેલ કારમાંથી કાચ તોડી 36 હજારના મુદ્દામાલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સુરતના રહેવાસી દશરથ હેમદાસભાઈ પટેલ (રહે.બી/404 સ્વપ્નસૃષ્ટી કેમ્પ્સ, નજીક નાનીમાતા ચોક પુના કુંભારિયા રોડ, ચોર્યાસી સુરત) પોતાની ફોરવ્હીલ કીયા સોનેટ ગાડી નં.GJ-02-DP-0010 લઈ તેમની પત્ની દક્ષાબેન તથા તેમના મિત્ર હર્ષદભાઇ ગાંડાભાઇ પટેલ અને તેમની પત્ની તારાબેન સાથે સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતા.ત્યારે સાપુતારા ટેબલ પોઇન્ટ ઉપર ગાડી પાર્ક કરી લોક કરી ટેબલ પોઇન્ટ ઉપર ફરવા માટે ગયા હતા.ત્યારબાદ જ્યારે પરત ફર્યા હતા ,ત્યારે ગાડીના જમણી સાઇડના પાછળના દરવાજાનો કાચ તુટેલી હાલતમાં જોવા મળ્યો હતો.ત્યારે ગાડી નો લોક ખોલી તેમણે અંદર જોતા બે મોટી બેગો તથા બે લેડીઝ પર્સ જેમાં એક પર્સમાં મુકેલ રેડમી 10 પ્રાઇમ મોબાઇલ જેની કિ.રૂ.12,000/- તથા રોકડ રૂ.2500/- તથા બીજા પર્સમાં મુકેલ સેમસંગ મોબાઇલ જેની કિ.રૂ. 15,500/- તથા રોકડ રૂ.6000/- એમ મળી કુલ કિ.રૂ.36,000/- નો મુદ્દામાલ ચોરી થયો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ આ અંગેની ફરિયાદ સાપુતારા પોલીસ મથકે નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590