Latest News

તાપી જિલ્લામાં પડતર પ્રશ્નો બાબતે નાગરિકોના ભવ્ય આંદોલનના એંધાણ

Proud Tapi 22 Feb, 2023 08:37 PM તાપી

વ્યારા : તાપી જીલ્લામાં  ગત ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ વ્યારા સરકીટ હાઉસ ખાતે તાપી જિલ્લાના આદિવાસી તેમજ નાગરિક સમાજ ના આગેવાનો ની એક અગત્યની બેઠક મળી હતી.જેમા રાજકીય ક્ષેત્રે કોંગ્રેસ , આપ‌ તેમજ અન્ય રાજકીય તેમજ સામાજીક આગેવાનો , વકીલો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં શૈક્ષણિક ક્ષેત્રે શાળાઓ મર્જ થયા બાદ બાળકોને પડતી સમસ્યાઓ , સિંચાઈ ની સમસ્યાઓ , વ્યારા તેમજ માંડવી સુગર ફેકટરી નું બિમારી દૂર કરી સ્વસ્થ સંચાલન ઊભું કરાવવા , જંગલ જમીન અધિકાર અધિનિયમ ૨૦૦૫/૬ ના અમલીકરણ , માંડળ ટોલનાકા ને તાપી જીલ્લાના નાગરીકો માટે સર્વિસ રોડ ની ફાળવણી , પોન્ઝી ચિટફંડ ના કૌભાંડ પિડિતોને ન્યાય આપવાની માંગ , આદિવાસી બહુલ વિસ્તારમાં રાજકીય અનામત છતાં આદિવાસી સમાજ રાજકીય રીતે લઘુમતી બની રહ્યો હોવા બાબતે ચિંતા , આદિવાસી વિદ્યાર્થીઓ ને જાતિના પ્રમાણપત્રો મેળવવામાં પડતી મુશ્કેલીઓ , ખાનગી શિક્ષણ ના નામે વિદ્યાર્થીઓ ની થતી લુંટ , મહિલા સુરક્ષા , ગેરકાયદેસર ગૌચર જમીનોમાં તેમજ પર્યાવરણ વિભાગ ની મંજુરી સિવાય ચાલતા ખનન‌ , તાપી જીલ્લામાં GPCB ની ઓફીસ ફાળવવા માંગ , દારુ થી યુવાધન ને બરબાદ થતા શૈક્ષણિક , સામજીક જાગૃતિ ફેલાવવા અભિયાનો , બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા નાગરિક પહેલ ઊભી કરવા આયોજન કરવું , જેટ્કો દ્વારા ખેડૂતો સાથે થતાં વિવાદ અટકાવવા , ૭૩ કે ની જમીનો માં થયેલ દંડ ની રકમ સરકારની તિજોરી માં જમા કરાવી સરકારને થતાં નુકસાનને રોકવા તથા આદિવાસી વિસ્તારોમાં TSP ની ગ્રાન્ટ માં થયેલ અસંખ્ય ભ્રષ્ટાચાર ના પર્દાફાશ કરી જીલ્લામાં કાયદો અને પ્રશાસનની કામગીરી મજબૂત બનાવવા નાગરિકો જાતે જવાબદારી સ્વીકારીને પ્રશાસન સરકાર ને સહયોગ કરી શકે તેમ પ્રશાસનન તથા નાગરિકો વચ્ચે નો સેતુ મજબૂત બનાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગત દિવસે થયેલ  ત્રણ કલાકની બેઠકમાં અસંખ્ય પ્રશ્નો સામે આવતા બેઠક વધુ એક દિવસ લંબાવાઈ હતી અને ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પુનઃ વ્યારા સરકીટ હાઉસ ખાતે મળી હતી.જે બાદ લોકતાંત્રિક ઢબે માંગ પત્ર તૈયાર કરી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી અભ્યાસ કરી પ્રશાસન સાથે તેમજ કાયદાના જાણકાર આગેવાનો પાસેથી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગત રોજ મળેલ બેઠકથી જિલ્લામાં ઉત્સાહ નો માહોલ છે કે જિલ્લામાં બહુ લાંબા સમય પછી દરેક આગેવાનો એ તમામ સામાજિક, રાજકીય વાળા તોડી એક મંચ ઉપર જોવા મળ્યા હતા.હવે જોવાનું રહે છે માંગ પત્ર રજૂ થયા બાદ પ્રશાસન તેમજ સરકાર નાગરિકો ના પ્રશ્નો બાબતે શું વલણ અપનાવે છે.રોમેલ સુતરીયા ના તાપી જિલ્લા માં આગમન બાદ આગેવાનોની થયેલ એકતા થઈ એક વાત સ્પષ્ટ છે કે જિલ્લામાં ભવ્ય આંદોલનના એંધાણ વર્તાય રહ્યા છે.સાથે આદિવાસી સમાજ ના નવ યુવાનોને ની સક્રિયતાથી તાપી જિલ્લામાં નવું નેતૃત્વ ઊભું થતું જોવા મળી રહ્યું છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post