Latest News

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ, શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો

Proud Tapi 22 Feb, 2023 08:41 PM ગુજરાત

         સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગ સંલગ્ન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા આહવા કોલેજ માં વિધાનસભા નાયબ દંડક  વિજય પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઇ ગાવિતની ઉપસ્થિતિમાં વાર્ષિકોત્સવ, પારિતોષિક વિતરણ તેમજ શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજવામાં   આવ્યો હતો.
      કોલેજ વાર્ષિકોત્સવ પ્રસંગ માં ઉપસ્થિત વિધાનસભા નાયબ દંડક  વિજય પટેલે વિધ્યાર્થીઓને આત્મવિશ્વાસ કેળવવા સખત મહેનત કરવા જણાવ્યું હતું. જીવનમાં સંઘર્ષ કરીને સિદ્ધિ મેળવી શકાય છે. આહવા કોલેજના નવા બિલ્ડીંગ માટે દરખાસ્ત કરવામાં આવેલ છે. તેમજ કોલેજ માં શિક્ષણને લગતી તમામ જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડવાની સાથે લાઇબ્રેરી અંગેની દરખાસ્ત મંજુર થયેલ છે તેમજ  પટેલે વધુમાં જણાવ્યુ હતુ. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત દ્વારા કોલેજોમાં શૈક્ષણિક તેમજ રમત ગમત સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ કોલેજ આચાર્ય, પ્રાધ્યાપકો તેમજ વિધ્યાર્થીઓને અંભિનંદન પાઠવી પ્રમાણપત્રો તેમજ ટ્રોફી આપીને સન્માનિત કર્યા હતા. કોલેજ વિધ્યાર્થીઓ દ્વારા વાંસની બનાવટો, વિજ્ઞાન એન્ડ ટેક્નોલોજી, વારલી પેઇન્ટિંગ, આયુર્વેદિક ઓષધિઓ, તેમજ આદિવાસી વાનગીઓના સ્ટોલ પ્રદર્શિત કર્યા હતા. સાથે જ વાર્ષિકોત્સવમા વિધ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ભાજપ પાર્ટી પ્રમુખ દશરથ પવાર, સુરત યુનિવર્સિટી કોલેજ સાથે સંલગ્ન કોલેજના પ્રાધ્યાપકો , વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજ આચાર્ય ડો. ઉત્તમ ગાગૂર્ડેના માર્ગદર્શન હેઠળ યોજવામા આવ્યુ હતું .

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post