તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કિકકુઈ ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર - 53 પર બપોરના અરસામાં મહારાષ્ટ્ર રાજ્યની એસ.ટી.બસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર ગત શનિવારે બપોરના સમયે મનમાડ થી સુરત તરફ જતી મહારાષ્ટ્ર રાજ્યની એસટી બસ નંબર એમ એચ 14 બીટી 3813 નો ચાલક પોતાની બસ લઈ સોનગઢ થી વ્યારા તરફ જઈ રહ્યો હતો તે સમયે માંડળ ટોલ નાયક પાસે આવેલ કિકાકુઇ ગામની સીમમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેનો ચાલક એશ ભરેલી એક ટ્રક નંબર જીજે 16 એવી 6081 ને ઓવરટેક કરી રહ્યો હતો ત્યારે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બસની કંડકટર સાઇડનો એક ભાગ ક્ષતિગ્રસ્ત બન્યો હતો.આ અકસ્માતમાં બંસના કંડકટર નામદેવ બાજીરાવ ગૂગે (45)રહે.વડોલી ને ગંભીર ઈજા થઈ હતી.તેમજ બસમાં સવાર મુસાફરો પૈકી સુનિલ પોપટ પાટીલ,કલ્પના જાધવ,વરુણ વિજય જાધવ ને ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે સોનગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.એસટી બસ કંડકટરને વધુ ઇજાના કારણે પ્રથમ સોનગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.બનાવ અંગે સોનગઢ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590