વ્યારા : તાજેતરમાં “બિરસા મુંડા ભવન” વ્યારા ખાતે સંકલિત બાળ વિકાસ, તાપી દ્વારા કિશોરી અને આંગણવાડી કાર્યકર બહેનો માટે POCSO એકટ-૨૦૧૨ અને ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.મનીષા એમ.મુલતાનીના માર્ગદર્શન હેઠળ કિશોરીઓને POCSO એક્ટ-૨૦૧૨ અને ગુડ ટચ બેડ ટચની સમજણ આપતા જણાવ્યું હતું કે,સમાજમાં પોતાના નજીકના લોકો દ્વારા જ જાતીય સતામણીની ઘટના ઓ સૌથી વધારે બને છે અને નાની-નાની લોભામણી વસ્તુઓ આપવાથી પણ આપણી આદિવાસી દિકરીઓ એનો ભોગ બનતી આવેલ છે અને આ કાયદાનો ઉપયોગ જે ૦ થી ૧૮ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય અને જાતિય ગુના નો ભોગ બનેલ હોય તો આ કાયદા હેઠળ તમને રક્ષણ પુરુ પાડવામાં આવે છે.આવી સતામણીથી કઈ રીતે બચી શકાય અને આવા સમયે કોણ મદદરૂપ બને તે અંગે સમજણ આપવામાં આવી હતી. આ સાથે POCSO એક્ટ-૨૦૧૨ દ્વારા બાળકીઓને મળતી સુરક્ષાની માહિતી આપવામા આવી હતી.આ સાથે જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર તાપી, "અભયમ ૧૮૧", "સખી" વન સ્ટોપ સેન્ટર અને પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર ની સુવિધાઓ અને મહિલાલક્ષી યોજના ની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.સાથે સાથે પોતે જાગૃત રહી બીજાને પણ જાગૃત કરવા અને મદદરૂપ થવા જણાવ્યું હતું.તાપી જિલ્લાની કિશોરી અને આંગણવાડી કાર્યકર બહેનો માટે POCSO એકટ-૨૦૧૨ અને ગુડ ટચ બેડ ટચ માર્ગદર્શન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590