Latest News

કેન્દ્રિય પ્રભારી સચિવ ના અધ્યક્ષ પદે એસ્પીરેશનલ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ

Proud Tapi 25 Feb, 2023 06:22 PM ગુજરાત

નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ થી ઈન્સ્પિરેશનલ બનાવવા નવનિયુક્ત કેન્દ્રિય પ્રભારી સચિવ રવિ કુમાર અરોરાની પ્રતિબદ્ધતા સકારાત્મક અભિગમ અને બહુમૂલ્ય યોગદાન આપી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો કરતા રવિકુમાર અરોરા જિલ્લાની સવિશેષ કામગીરીથી  રવિકુમાર અરોરાને વાકેફ કરતાં જિલ્લા કલેક્ટર  શ્વેતા તેવતિયા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કેન્દ્રિય પ્રભારી સચિવ રવિ કુમાર અરોરાના અધ્યક્ષપદે એસ્પીરેશનલ જિલ્લા કાર્યક્રમોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર  શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં ત્રણ મહત્વપૂર્ણ એજન્ડા પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. એસ્પીરેશનલ જિલ્લા કાર્યક્રમની સમીક્ષા સહિત ઉક્ત બેઠકમાં નીતિ આયોગની ગ્રાન્ટ હેઠળ મંજુર થયેલ કામો અને સાંસદ આદર્શ ગ્રામ યોજના ની સમીક્ષા કરતા રવિકુમાર અરોરાએ આરોગ્ય-ન્યુટ્રીશન, શિક્ષણ, ખેતી, સહિત બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર આપતા સંબંધિત અધિકારીઓ પાસેથી ઝીણવટ પૂર્ણ માહિતી થી વાકેફ થઈને કામગીરી ને વધુ અસરકારક અને આયોજનબદ્ધ રીતે થાય તે માટે કેટલાંક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર  શ્વેતા તેવતિયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણ ક્ષેત્રે થયેલ સરાહનીય કામગીરી ની વિશેષ નોંધ રવિકુમાર અરોરા દ્વારા લેવામાં આવી હતી. તેમજ જિલ્લામાં સીએસઆર એક્ટિવિટી અંતર્ગત હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ્સની ઝીણવટભરી માહિતી મેળવી જિલ્લાની જરૂરિયાત ધ્યાને લઈને વધુ પ્રોજેક્ટ્સની જરૂરિયાત અંગેની દરખાસ્તો તૈયાર કરી મોકલી આપવા સૂચન કર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર દ્વારા એસ્પીરેશનલ નર્મદા જિલ્લા ને નોડલ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવેલ છે. જેથી તેની સાંસદ સભ્ય ની ગ્રાન્ટ માંથી આરોગ્ય, રમત-ગમત (જિમ્નાસ્ટીક) વગેરે જેવા કામો માટે રૂ. ૬ કરોડ જેટલી રકમના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવેલ છે. જેની કેન્દ્રિય પ્રભારી સચિવ દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી, અને મંજુર થયેલ કામો ત્વરિતપણે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામને કેન્દ્રીય વિદેશ મંત્રી દ્વારા દત્તક લેવામાં આવેલ છે. તદ્ઉપરાંત હાલમાં જ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ, તિલકવાડા તાલુકાના વ્યાધર, ગરૂડેશ્વર તાલુકાના આમદલા સહિત સાગબારા તાલુકાના ભાદોડ ગામને પણ તેઓ દ્વારા દત્તક ગામ તરીકે પસંદ કરવામાં આવેલ છે.
ઉક્ત ગામોમાં લોકકલ્યાણ અને વિકાસના કામો હાથ ધરવા માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને નીડ બેઝ એસેસમેન્ટ સર્વે હાથ ધરી રોડમેપ તૈયાર કરવા કેન્દ્રિય પ્રભારી સચિવ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. એસ્પીરેશનલ જિલ્લા કાર્યક્રમની સમીક્ષા બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા આયોજન અધિકારી શશાંક પાંડે, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટેલ સહિત સબંધિત વિભાગના અમલીકરણ અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post