Latest News

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના સતનામાં એક મેડિકલ કૉલેજનું ઉદ્‌ઘાટન કર્યું

Proud Tapi 25 Feb, 2023 07:11 PM ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશના સતનામાં એક મેડિકલ કૉલેજનું ઉદ્‌ઘાટન કર્યું હતું.આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે,આધુનિક સુવિધાઓ થી સજ્જ આ કોલેજ મધ્ય પ્રદેશમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતનામાં આ મેડિકલ કોલેજ અને પછી ત્રીજા તબક્કામાં ભારત સરકારની કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજનાઓ હેઠળ 60 થી 40 ના ગુણોત્તરમાં રાજગઢ, મંડલા, નિમચ, મંદસૌર, શિયોપુર અને સિમરાગુલીમાં નવી મેડિકલ કૉલેજની સ્થાપના કરવામાં આવશે.આ યોજના નો અમલ બાદ એક પણ બાળકે મેડિકલ એજ્યુકેશન માટે મધ્ય પ્રદેશ ની બહાર જવાની જરૂર નહીં પડે. તેમણે કહ્યું કે સરકાર પહેલા તબક્કા માટે 300 કરોડ રૂપિયા અને બીજા તબક્કા માટે 250 કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે, આમ કુલ 550 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

વધુમાં અમિત  શાહે જણાવ્યું હતું કે,અત્યારે એકલા મધ્ય પ્રદેશમાં જ 38 મેડિકલ કૉલેજો છે અને આ એક મોટી ઉપલબ્ધિ છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2013-14 અગાઉ સમગ્ર દેશમાં 387 મેડિકલ કૉલેજો હતી, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વર્ષ 2021-22 સુધીમાં આ સંખ્યા વધીને 596 થઈ ગઈ છે.વર્ષ 2013-14 પહેલાં એમબીબીએસની બેઠકોની સંખ્યા 51,300 હતી, જે 2021-22 સુધીમાં વધીને છેલ્લા 8 વર્ષમાં આશરે 90,000 બેઠકો થઈ ગઈ છે.આ સાથે જ પીજીની સીટોની સંખ્યા લગભગ 31 હજાર હતી તે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર હેઠળ,વધીને 60,000થી વધુ થઈ ગઈ છે. દેશભરમાં 22 નવી એઈમ્સની સ્થાપના થઈ રહી છે.તેમજ મધ્ય પ્રદેશમાં પણ સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અનેક સીમાચિહ્નો હાંસલ થયાં છે.એકલા મધ્ય પ્રદેશમાં જ એમબીબીએસની 2,055 બેઠકો છે,જે નવી મેડિકલ કૉલેજોનાં નિર્માણ બાદ વધીને 3,700થી વધુ થઈ જશે.તેમણે કહ્યું હતું કે,ઇન્દોર,ગ્વાલિયર,જબલપુર અને રીવા માં સુપર-સ્પેશિયાલિટી હૉસ્પિટલો શરૂ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post